Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

મોરબીમાં વ્હીસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે એક સખ્સને પકડી પાડી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર મદીના પેલેસવાળી શેરીમાં ગઇકાલે જીલાનીભાઇ કાસમભાઇ ચૌહાણને ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂની મેકડોવેલ્સ સુપીરીયર વ્હિસ્કિ તથા એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની ૬ બોટલો કી. રૂ ૧૮૦૦ ના વેચાણ કરવા અર્થે રાખેલ મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂની બોટલો કબ્જે કરી આરોપીની અટક કરી હતી.

(7:55 pm IST)