Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

માળિયાના અંજીયાસર નજીકથી ખીચોખીચ પશુ ભરનાર બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ

માળિયા તાલુકાના અંજીયાસર ગામ નજીકથી ગૌરક્ષકોએ ખીચોખીચ પશુ ભરીને લઇ જતી બોલેરો કાર ઝડપી લીધો હોય જે મુદામાલ જપ્ત કરીને પોલીસે બોલેરો કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના લીલાપર રોડ પર રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ બોરીચાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કચ્છ નેશનલ હાઈવેથી અંજીયાસર ગામ નજીકથી બોલેરો જીજે ૧૨ એવાય ૩૧૯૬ ના ચાલકે બોલેરો પીકઅપ ગાડીમાં ગૌવંશ બદલ જીવન નંગ ૨ ક્રુરતાપૂર્વક ભરી ટૂંકા દોરડાથી ખીચોખીચ હલનચલન ન કરી સકે તે રીતે બાંધી બોલેરોમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થાના રાખી કતલ કરવાના ઈરાદે હેરફેર કરી બોલેરો કાર ચાલક કાર મૂકી નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે બોલેરો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(9:18 pm IST)