Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

માળિયા પંથકમાં સોમવારે રાત્રીના એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો: માળિયાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ

મોરબી :  માળિયા તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણી મામલે આંદોલન ચલાવતા હોય અને વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય ત્યારે સોમવારે મોડી રાત્રીના મેઘ મહેર વરસી હતી અને તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે તો મોરબી પંથકમાં પણ રાત્રીના વરસાદી ઝાપટું વરસ્યું હતું
માળિયા તાલુકામાં ગત રાત્રીના સમયે વીજળીના કડાકા સાથે માળિયાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો જેમાં તાલુકાના વેણાસર, કુંભારિયા, સુલતાનપુર, તેમજ હળવદ તાલુકાના ટીકર અને અજીતગઢ ગામમાં રાત્રીના વરસાદ વરસ્યો હતો અને છેલ્લા ૨૪ કલાકમાં માળિયા તાલુકામાં ૩૫ મીમી વરસાદ નોધાયો હતો તો મોરબી અને હળવદ તાલુકામાં ૦૩-૦૩ મીમી વરસાદ વરસ્યો હતો

(9:22 pm IST)