Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ભુજના દેશલપર (વાંઢાય) ગામે ટ્રકની અડફેટે બે આધેડ મહિલાના કમકમાટીભર્યા મોત

મૃતક બહેનો પાછળ રોંગસાઈડમાં એક કાર પાર્ક થયેલી હતી. ટ્રક અને કારની વચ્ચે બેઉ મહિલાઓ દબાઈ ગઈ

ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) ગામે ટ્રકની અડફેટે ગામની બે આધેડ મહિલાના સ્થળ પર મોત નીપજ્યાં છે. દુર્ઘટના આજે રાત્રે નવના અરસામાં દેશલપર ગામ પાસેથી પસાર થતાં ભુજ-નખત્રાણા સ્ટેટ હાઈવે પર ઘટી હતી. મૃતક લક્ષ્મીબેન કાનજીભાઈ ધોરીયા અને માલબાઈ ખીમજી પાતારીયા (બેઉની ઉ.વ. અંદાજે ૫૦) વૉકિંગમાં નીકળ્યાં હતા. ત્યારે ભુજ તરફ જતી લિગ્નાઈટ ભરેલી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક તેમના પર મોત બનીને ધસી ગઈ હતી.

મૃતક બહેનો પાછળ રોંગસાઈડમાં એક કાર પાર્ક થયેલી હતી. ટ્રક અને કારની વચ્ચે બેઉ મહિલાઓ દબાઈ ગઈ હતી. એક મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે અન્ય મહિલાને સારવાર નસીબ થાય તે પહેલાં મોત આંબી ગયું હતું. દુર્ઘટના બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ વાય.પી. જાડેજાએ સ્થળ પર દોડી જઈ ટોળાને વીખેરી દઈ ટ્રાફિક પૂર્વવત્ કર્યો હતો.

(9:52 am IST)