Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

આર્યનખાન ઝડપાયો તે રેવ પાર્ટીની માહિતી કચ્છના મનીષ ભાનુશાલીએ આપી હોવાનો ધડાકો

એનસીપીના નવાબ મલિકના આક્ષેપ બાદ ગરમાવો, દરોડા દરમ્યાન એક ખાનગી વ્યક્તિ ઉપરાંત ભાજપના કાર્યકર દેખાયા હોવાનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા )ભુજ:::મુંબઈમાં મધ દરિયે ક્રૂઝમાં યોજાયેલી રેવ પાર્ટીના દરોડા સંદર્ભે એનસીપીના મંત્રી અને પ્રવક્તા નવાબ મલિકે ગંભીર આરોપ કર્યો છે. રાજકીય ગરમાવો સર્જતા આ આરોપ અનુસાર એનસીબીના દરોડામાં ભાજપનો કાર્યકર અને એક ખાનગી વ્યક્તિ પણ જોડાયાં હતા. આ આરોપ બાદ આ સમગ્ર મામલે અનેક તર્કવિતર્ક ઉઠ્યાં છે. જેની મનીષ ભાનુશાલી કચ્છનો છે. નવાબ મલિકે મનીષ ભાનુશાલી ભાજપનો કાર્યકર હોવાનું જણાવ્યું છે. જ્યારે અન્ય શખ્સ કે.પી. ગોસાવી હોવાનું જણાવ્યું છે. ભાજપનો કાર્યકર મનીષ ભાનુશાલી મૂળ કચ્છના માંડવી તાલુકાનો વતની છે અને મુંબઈન ડોબિવલી (કલ્યાણ)માં રહે છે. એનસીબીએ ક્રુઝ પરથી આર્યનખાન સાથે અરબાઝ મરચન્ટ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. અરબાઝને મુંબઈની કચેરીએ લવાયો ત્યારે મનીષ ભાનુશાલી તેને એસ્કોર્ટ કરતો હતો. એનસીબી જેવી એજન્સીના દરોડામાં ભાજપનો કાર્યકર અને કે.પી. ગોસાવી નામનો ખાનગી માણસ સામેલ થતાં સમગ્ર કાર્યવાહી પર શંકા કુશંકાઓ સર્જાઈ છે. જો કે, મનીષ ભાનુશાલીએ ખુલાસો કર્યો છે કે ક્રુઝ પર રેવ પાર્ટી યોજાવાની તેને બાતમી મળતાં એક જાગૃત નાગરિક તરીકે તેણે આ માહિતી એનસીબી સાથે શૅર કરી હતી. પોતે દરોડા સમયે ક્રુઝ પર હાજર નહોતો. એનસીબીએ પણ નવાબ મલિકે કરેલાં આરોપને નકારી કાઢ્યાં છે. ઉલ્લેખનીય છે કે દરોડામાં સામેલ મનાતાં ગોસાવીની આર્યન ખાન સાથેની એનસીબી કચેરીની અંદરની એક તસવીર પણ વાયરલ થઈ છે.

(10:12 am IST)