Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ભૂજના દેશલપર ગામે ટ્રક અને કાર વચ્‍ચે દબાતા બે મહિલાઓના મોત

નશામાં ધૂત ટ્રક ચાલકે રાહદારી મહિલાઓને હડફેટે લઇ ઉલાળી સાઇડમાં ઉભેલી કાર સાથે ટ્રક અથડાવી : ટ્રક સળગાવવા ઉશ્‍કેરાયેલા ટોળાને પોલીસે શાંત પાડયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૭:  ગત રાત્રે ભુજના દેશલપર ગામ પાસે બેકાબૂ ટ્રક ચાલકે સર્જેલા માર્ગ અકસ્‍માતમાં બે રાહદારી મહિલાઓએ જીવ ગુમાવ્‍યો હતો.
નશામાં ધૂત ચાલકે રોંગ સાઇડ થી આવીને પગપાળા જઈ રહેલી બે મહિલાઓને ઉલાળી હતી અને બન્નેᅠ મહિલાઓ ટ્રક સાથે આગળ સાઈડમાં ઊભેલી કાર સાથે અથડાઈ દબાઈ જતાં બન્ને મહિલાઓ મોતને ભેટી હતી. અરેરાટી સર્જતા આ અકસ્‍માતમાં માલબાઈ ખીમજી મહેશ્વરી અને લક્ષ્મીબેન કાનજી મહેશ્વરી ના કરુણ મોત નીપજયા હતા.
અકસ્‍માતને પગલે ગ્રામજનોના ટોળા સ્‍વરૂપે ભેગા થઈ ગયા હતા. અકસ્‍માત સર્જનાર ટ્રકને સળગાવી નાખવા તૈયાર ટોળાને માંડ માંડ પોલીસે શાંત પાડ્‍યું હતું.

 

(11:06 am IST)