Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પોરબંદરમાં પછાત વર્ગના બહેનો માટે ૫૦ લાખના ખર્ચે નિર્માણ થઇ રહેલ છાત્રાલય

પોરબંદર,તા. ૭ : છાયા વિસ્‍તારમાં પછાત વર્ગની બહેનો માટે ૫૦ લાખના ખર્ચે કન્‍યા છાત્રાલય થઇ રહેલ છે. ભારતોદય મંડળ સંચાલિત ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનના પ્રમુખ અનીલભાઇ કારીયા મંત્રી મુકેશભાઇ દત્તા જણાવે છે કે છાયામાં ભારતોદયમંડળની ૧૧૦૦ વાર જમીન પછાત વર્ગની કન્‍યા છાત્રાલય માટે આપેલી છે. આ છાત્રાલયનું કામ પૂર્ણ થઇ નવા વર્ષથી પ્રવેશ આપવામાં આવશે.
ભારતોદય મંડળ સંચાલિત ખાદી ગ્રામ ઉદ્યોગ ઉપરાંત મથુરાદાસ ભુપતા લાઇબ્રેરી, ગાંધી આશ્રમ છાયા અને ચરખા કેન્‍દ્ર અને વધારાનું સોપાન પછાત વર્ગના બહેનો માટે કન્‍યા છાત્રાલય ઉભુ કરવામાં આવેલ છે. ભારતોદયમંડળ સંચાલિત ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનના ૧૦૦ કુટુંબોને રોજીરોટી આપે છે. ગાંધી આશ્રમ છાયામાં પણ વણકર વિદ્યાર્થીઓને નવા વર્ષથી જો પ્રવેશ જોઇ તો હોય તો ખાદી ભવન પોરબંદરમાં સંપર્ક કરી શકે છે.
સંસ્‍થાના સર્વે ટ્રસ્‍ટીઓ પ્રકાશભાઇ જોશી, નલીનભાઇ કક્કર, રમણીકભાઇ ભુપતા, દયારામભાઇ ગોંડલીયા, હરીશભાઇ મહેતા, તેમજ સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક રમેશભાઇ વિઠલાણી અને તમામ સ્‍ટાફનું યોગદાન રહેલ છે.

 

(11:12 am IST)