Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જસદણ ખાનપર રોડમાં ભ્રષ્‍ટાચારના પોપડા ઉખડયા સદસ્‍ય કાછડીયાની બાંધકામ પંચાયતને ફરિયાદ

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ, તા. ૭ : જસદણમાં ખાનપર રોડ એકથી દોઢ વર્ષ પહેલા બનેલ જે જસદણ આકાશી મેલડી માતાના મંદિર થી બાયપાસ રોડ સુધીના આરસીસી રોડ માં લોટ પાણીને લાકડા થયા હોય તેમ ગાબડાઓ પડી ગયા છે લોખંડના સળિયા દેખાય છે અકસ્‍માતો પણ બની રહ્યા છે આ બાબતે યોગ્‍ય કરવા જસદણ નગરપાલિકાના મહિલા કોર્પોરેટર કાંતાબેન એમ કછડીયા તથા મનીષભાઈ ગોવિંદભાઈ કાછડીયા એ માર્ક મકાન વિભાગ પંચાયતને લેખિત ફરિયાદ કરી છે જેમાં જણાવ્‍યું છે કે શહેરના ધોરીમાર્ગ સમાન ખાનપર રોડ ઉપર આકાશી મેલડી માતાના મંદિરથી બાયપાસ સુધીના રોડમાં ગોલમાલ થઈ હોવાનું ફલિત થાય છે રોડ બનાવ્‍યો તેને માત્ર દોઢ વર્ષ જેવો સમય થયો છે છતાં તેમાં લોખંડના સળિયા દેખાય છે ખાડા પડી ગયેલ છે રોડ બનતો હતો.
ત્‍યારે પણ અમોએ રજૂઆત કરેલ હતી પરંતુ કોઇએ ધ્‍યાને લીધેલ નથી આ રોડ શહેરનો મુખ્‍ય રસ્‍તો હોય વૃંદાવન ગૌશાળા સ્‍વામિનારાયણ મંદિર જસદણ થી ખાનપર કોટડાપીઠા થઈ અને રાજકોટ ભાવનગર હાઇવે પર મળે છે આ રોડની વચ્‍ચે બાયપાસ રોડ આવે છે જેથી રાજકોટ તરફ વિછીયા તરફ સહિત અહીંથી જવાય છે અહીં માર્કેટિંગ યાર્ડ હીરા ઓપનરના અનેક ઉદ્યોગો આવેલા છે તમામ લોકોને અહીંથી પસાર થવામાં મુશ્‍કેલી થાય છે જેથી વહેલી તકે આરોડની મરામત કરવામાં આવે નહીં તો અમારે આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ અંતમાં કાંતાબેન કાછડિયાએ જણાવ્‍યું છે.

 

(11:13 am IST)