Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ભાવનગરમાં ઇંધણના ભાવ આસમાને : પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચતા લોકોમાં કચવાટ

ડીઝલનો ભાવ પણ હવે 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયો

ભાવનગરમાં ઈંધનના ભાવે લોકોને દઝાડ્યા છે. પેટ્રોલના ભાવમાં સતત વધારો થતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલના ભાવ 100 રૂપિયાને વટાવી જતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે. શહેરમાં અગાઉ પેટ્રોલના ભાવ 99.17 રૂપિયા હતો જ જે હવે વધીને 100.66 રૂપિયા થઈ ગયો છે.

જ્યારે ડીઝલનો ભાવ પણ હવે 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધુ ભાવ વધારો ભાવનગરમાં જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે જ્યારે ડીઝલ પણ હવે 99.17 રૂપિયા મોંઘુ મળી રહ્યું છે.

જેથી હવે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, એક તરફ કોરોના બાદ સામાન્ય પ્રજાને આર્થિક મંદીની અસર સહન કરવી પડી રહી છે તો બીજી તરફ તેલ કંપનીઓ ઈંધનના ભાવમાં સતત વધારો કરી રહી છે. ત્યારે ભાવનગર શહેરવાસીઓ ભાવ ઘટાડાની માંગ કરી રહ્યા છે

(11:16 am IST)