Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

નાના બાળકોને પાયાથી ધર્મના સંસ્કારો માતા-પિતાએ શીખવવા જોઇએઃ સોમનાથનાં દર્શને આવેલા અરવિંદ ત્રિવેદીએ સુચન કર્યુ'તુ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૭ :.. દેશ-વિશ્વની સુપ્રસિધ્ધ ટી. વી. સીરીયલ 'રામાયણ'ના લંકેશ અરવિંદ ત્રિવેદી ૧૯૮૮-૮૯ માં ભગવાન સોમનાથ દાદાના દર્શનાર્થે ખાસ આવ્યા હતા જયાં તેમણે પત્રકાર મિલનમાં જણાવેલ હકિકત આ રહી.

' હું અંગત રીતે માનુ છું કે, નાના બાળકોને પાયાથી ધર્મના સંસ્કારો મા-બાપે શિખવવા જોઇએ ભલે ભારેખમ બીજુ કંઇ નહીં તો ઘરમાં બાળકોને મુખે નિત્ય પ્રાર્થના ગવાવી જોઇએ.

કલાકાર તરીકે અમો પણ આ વાત ટી. વી., ફિલ્મોના માધ્યમથી રજૂ કરતા રહેશું.

લંકેશના પાત્રથી મારી તો જીવન સાધના સફળ થઇ, ખલનાયકનું પાત્ર હેલા છતાં સમગ્ર વિશ્વમાંથી રાવણના પાત્રની પ્રશંસા મેળવી તે જ મારી કલા સાધનનું પરિણામ છે.

સોમનાથ ખાતે તેમને પુછાયું આપની શિવ શ્રધ્ધા વિષે કહો ત્યારે કહ્યું જન્મથી જ હું ધર્મ પ્રત્યે એટલે કે પુજા-પાઠ અને દર્શન એ મારૂ નિત્ય કર્મ છે.

મારે હવે બારમાંથી ચાર જયોર્તિલીંગ દર્શન બાકી છે. તે પણ પુર્ણ કરીશ. રાવણ જેમ રામાયણમાં શિવ તાંડવ સ્ત્રોત્ર બોલતા હતા તેવા અઘરા શ્લોકો આજે મારો પરિવાર ચોપડીમાં જોયા વગર બોલીયે છીએ.

આપના પરિવાર વિષે કહો મારા ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મ-રંગભૂમિના સમ્રાટ છે મારા પત્ની નલીની તેમની ત્રણ પુત્રીઓ કવિતા, એકતા, શ્વેતા છે. જેમાં કવિતાઓ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરેલ છે.

લંકેશના પાત્ર અંગે તેમણે જણાવેલ કે રામાયણના રાવણના કાર્યને ધીકકારાય છે. પરંતુ અભિનયકલાથી એટલું સુંદર ભજવ્યું કે આજે પણ હું જયાં જાઉં છું. ત્યાં જાણે હું કથાનો હિરો હોઉં તેમ માનપાન મળે છે.

મારી ગુજરાતી ફિલ્મો સૌરાષ્ટ્રના સંતો-વીરતાના પાત્રોમાં તમને જ લેવામાં આવે છે તનો ઉતર આપતા તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના સંસ્કારલક્ષી પાત્રો રાજા ગોપીચંદ, ગોરાકુંભાર, વીર રામવાળો સહિત અનેકો ફિલ્મોમાં કામ કર્યુ છે. જેને હું ઇશ્વર કૃપા આ મુલાકાતમાં સોમનાથ ખાતે તત્કાલીન પત્રકારો હરગોવિંદ ઠકરાર, ધર્મેશ વૈદ્ય, સહિત પત્રકારોએ ભાગ લઇ પ્રશ્નોતરી પ્રસ્તુત કરી હતી.

(11:40 am IST)