Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ગોંડલમાં એઠવાડ નાંખવા પ્રશ્ને મહિલા ઉપર છરી-પાઇપથી હુમલો

પડોશી મહિલા અને પુત્ર સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૭: મોહનનગરમાં એઠવાડ નાંખવા પ્રશ્ને મહિલા ઉપર પડોશી સહિત ચારને છરી-પાઇપથી હુમલો કર્યો હતો.

શહેરના જેતપુર રોડ પર સાંઢિયા પુલ પાસે આવેલ મોહન નગરમાં રહેતા કમળાબેન દીપકભાઈ બાબરીયા ઉં.૪૦ પર એઠવાડ રાખવા બાબતે પાડોશમાં રહેતા શિલ્પાબેન જયેશભાઈ કોળી, તેનો પુત્ર કાનો, માલદેભાઈ આહીર તેના પત્ની અમરીબેને એકસંપ કરી છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ઘ ૩૨૩ ૩૨૪ ૨૧૧૪ તથા એસ.સી એસ.ટી એકટ્રોસીટી એકટ ૩ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:40 am IST)