Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ઉના પાસે ર.૧ર લાખના દારૂ સાથે ૪ શખ્સો ઝડપાયા : અઠવાડિયામાં ૪ થો દારૂનો કેસ

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૭ :  ઉના પાસે નવા બંદર મરીન પોલીસે દારૂ બંધી સપ્તાહમાં વધુ એક વિદેશી દારૂ અને બિયરનો ૭૧૧ બોટલના જંગી જથ્થો રૂ. ર,૧ર,૩૦૦ દારૂ ત્થા મોટરકાર બે મળી રૂ. ૭ લાખ રપ હજાર ૩૦૦ સાથે જુનાગઢના ૪ શખ્સોને પકડી દારૂ આપનાર-મંગાવનાર સાથે ગુનો દાખલ કર્યો છે. એક અઠવાડીયામાં ૪ થો મોટો દારૂનો કેસ પકડી પાડયો.

રેન્જ ડી. આઇ.જી.પી. પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીની કડક સુચનાથી એ.એસ.પી.ઓમ પ્રકાશ જાટ તથા પીએસઆઇ કે.જી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ નવાબંદર મરીન પોલીસના એએસઆઇ સરમણભાઇ છેલણા, પ્રદિપસિંહ રાયજાદા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ મોરી ત્થા મરીન પોલીસ નવાબંદરના સ્ટાફે સંયુકત પેટ્રોલીંગ કરતા હતા અને દિવ તરફથી આવતી બે મોટરકાર રોોકાવી તેમાં બેઠેલ જુનાગઢના વિવેક જીતેન્દ્રભાઇ જોષી જય રમેશભાઇ રાજા (૩) લક્ષમણ જેઠાભાઇ મોરી (૪) સાજીદ હબીબીભાઇ સમારે વંથલી (જુનાગઢ) વાળાની તપાસ કરી મોટરમાં છુપાવેલ પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયરના ટીન કુલ ૭૧૧ નંગ કિંમત રૂ. ર લાખ ૧ર હજાર ૩૦૦ નો દારૂ બે મોટરકારની કિંમત પ લાખ મોબાઇલ ફોન મળી રૂ. ૭ લાખ રપ હજાર ૩૦૦ નો મુદ્દામાલ પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતા આ દારૂનો જથ્થો દિવ-ધોધમાનાં જય અંબે બારવાળા ધર્મેશ જેઠાભાઇ બારૈયા પાસેથી લઇ જુનાગઢના ધર્મેશ ઉર્ફ રઘો ભરતભાઇ છગ રે. જુનાગઢ વાળાને આપવાનું કહેતા તેની સામે ગુનો દાખલ કરી ૬ સામે ગુનો દાખલ કરી બાકીનાં બંને પકડવા તજવીજ હાથ ધરી છે.

નવા બંદર મરીન પોલીસના જાબાઝ સ્ટાફને કારણે છેલ્લા એક અઠવાડીયા નશાબંધી સપ્તાહ દરમિયાન ૪ થો મોટો ગણના પણ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી સફળતા મેળવી હતી.

(11:41 am IST)