Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

રાજકોટ જિલ્લાના ઇ-ગ્રામ યોજના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો ઉકેલવા માંગણી સાથે આવેદન

તાલુકા લેવલ એજ્યુકેટીવ TSTSP અને મેનપાવર સપોર્ટરને યોગ્ય પગાર ભથ્થા આપો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૭: રાજકોટ જિલ્લામાં ઇ-ગ્રામ યોજનામાં કામ કરતાં તાલુકા લેવલ એજયુકેટીવ અને મેનપાવર સપોર્ટર કર્મચારીઓએ તેમના વિવિધ પ્રશ્ને ગ્રામ વિકાસ કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી, ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિતનાને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી તેમના વિવિધ પ્રશ્નોના ઉકેલની માગણી કરી છે.

તાલુકા લેવલ એજયુકેટીવ અને મેનપાવર સપોર્ટર કર્મચારીઓએ રૂબરૂ મળી પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા રાજયના ગ્રામજનો ને વિશ્વજનોની હરોળમાં લાવવા માટે ઈ ગ્રામ વિશ્વગ્રામનો મેદ્યદ્યનુષી આદર્શ રજુ કરી એને અમલ મુકવામાં આવેલ છે. જરૂરી કોમ્પ્યુટર,પ્રિંન્ટ,ઇન્ટરનેટ વગેરે સાધન સામગ્રી સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલ છે. આ ઇ-ગ્રામ સેન્ટરના સંચાલન માટે પી.પી.પી. ના ધોરણે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક રાખવામાં આવે છે. આ ઇ-ગ્રામ સેન્ટર ખાતે જરૂરી ટેકનિકલ સપોર્ટ અને વી.સી.ઈ. તથા તલાટીને જરૂરી તાલીમ માટે (ટેકનિકલ સપોર્ટ અને ટ્રેનિંગ સર્વિસ પ્રોવાઇડર) પ્રોજેકટ હેઠળ દરેક તાલુકા પંચાયત કચેરી ખાતે ૩૦ ગામ દિઠ ૧ ટી.એલ.ઇ.(તાલુકા લેવલ એકઝીકયુંટીવ) અને જિલ્લા કક્ષાએ ૧ ડી.એલ.ઇ.(ડિસ્ટ્રીક લેવલ એકઝીકયુંટીવ) ખાનગી એજન્સી દ્વારા મેનપાવર પુરો પાડવામાં આવેલ છે. તથા તાલુકા કક્ષાએ કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી અર્થે દરેક તાલુકામાં ૧ મેન પાવર સપોર્ટ અને જિલ્લા કક્ષાએ ઇ-પંચાયત કો-ઓર્ડીનેટરની ખાનગી એજન્સી દ્વારા મેનપાવર પુરો પાડવામાં આવેલ છે. તમામ વ્યવસ્થા વર્ષ ૨૦૦૭ થી અમલમાં છે. વર્ષ-૨૦૦૭ થી ડી.એલ.ઇ., ટી.એલ.ઇ., ઇ-પંચાયત કો-ઓર્ડીનેટર,મેનપાવર સપોર્ટ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી સરકાર તરફથી આપવામાં આવતી તમામ કામગીરી યોગ્ય સંતોષકારક રીતે કરવામાં આવી રહેલ છે. પડકારજનક કામગીરી પણ સમય મર્યાદામાં ચોકસાઈ પુર્વક સફળતાથી કરવમાં આવે છે.

સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવેલ છે કે આઉટસોર્સની હાલની પોલીસીમાં ફેરફાર કરી આઉટસોર્સના કર્મચારીઓને સરકાર સીધો પગાર ચુકવશે જેથી કરીને તેમનું શોષણ ન થાય. આ અંગે સરકાર તરફથી આયોજન પણ કરવામાં આવેલ હશે પરંતુ હાલ હજુ સુધી તેની કોઈ અમલવારી થયેલ નથી. નવી પોલીસી મુજબ અથવા તો આરોગ્ય વિભાગના કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટરોના પગારની વ્યવસ્થા મુજબ અમોને અમારા કામ અને કામના વર્ષોને ધ્યાને લઈ યોગ્ય પગાર મળે એવી અમારી માંગણી છે.

રાજય સરકારના ઇ-ગ્રામ પ્રોજેકટ અંતર્ગત અમો ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા હોય છતા અમોને મહેનતાણું દ્યણુ ઓછુ મળે છે તેમજ અમારી સમકક્ષ આઉટસોર્સ કર્મચારી, કરાર આધારીત કર્મચારીઓને વધુ પગાર મળે છે અને નિયમિત વાર્ષિક વધારો નિયત કરવામાં આવે છે. સમાન સિનીયોરીટીમાં હાલમાં તેઓને અમારાથી બમણા કરતાથી પણ વધારે પગાર મળે છે તેમજ તાલુકા કક્ષાએ પટ્ટાવાળા ને પણ અમારાથી વધુ પગાર મળે છે. ટી.એલ.ઇ. ને ગ્રામીણ કક્ષાએ કામગીરી બજાવાની રહેતી હોય હાલના સમયમાં પેટ્રોલ ખર્ચ પણ પરવડતો નથી હાલની મોંદ્યવારીના સમયમાં સામાન્ય પગારમાં દ્યણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો અમારી આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમોને અમારા કામ અને કામના વર્ષોને ધ્યાનમાં લઇ યોગ્ય પગાર મળે તેવી માંગણી છે.

રાજય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે આઉટસોર્સની હાલની પોલીસીમાં ફેરફાર કરી આઉટસોર્સના કર્મચારીઓને રાજય સરકાર સીધો પગાર ચુકવશે જેથી કરીને તેમનું શોષણ ન થાય તેથી રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ હશે પરંતુ હજુ સુધી તેમની અમલવારી થયેલ નથી. નવી પોલીસી મુજબ અથવા તો આરોગ્ય વિભાગના કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટરની પગાર વ્યવસ્થા મુજબ અમારા કામ અને કામના વર્ષને ધ્યાને યોગ્ય અને સન્માનજનક પગાર મળે તેવી અમારી માંગણી છે. ઇ-ગ્રામ સેલમાં કામ કરતા કર્મચારીઓની ફરજ નિષ્ઠા પુર્વક બજાવતા હોવાના કારણે દ્યણીવાર કચેરીમાં રાજકીય આગેવાનો/અધિકારીઓ તથા સામાન્ય અરજદારો સાથે બોલાચાલી,ઝગડાઓ થતા હોય છે. જેમાં પંચાયતી રાજમાં ગ્રામ્ય/તાલુકા/જીલ્લા કક્ષાના ચુંટાયેલા પ્રતિનીધીઓ/અધિકારીઓ દ્વારા અમોને ફરજ પરથી દૂર કરવાની રજુઆત કરવામાં આવે તેવા સમયે યોગ્ય એક કમિટીની રચના કરી પુરતી તપાસ કરી અને યોગ્ય નિર્ણય લીધા બાદ ફરજ પરથી દૂર કરવા કે હટાવવાની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

જોબચાર્ટ નક્કી કરવા તેમજ જોબચાર્ટ મુજબ જ અમો પાસે થી કામગીરી લેવામાં આવે વધારામાં અમારી ખાસ કિસ્સામાં રજુઆત છે કે જોબચાર્ટ સિવાયની વધારાની જે કોઇ ખાતાની કામગીરી અમોને સોંપવામાં આવે તેનો અલગથી સર્વીસ ચાર્જ પેટે ની રકમ અમારા ખાતામાં અલગથી કરવામાં આવે ઉપરોકત વધારાની કામગીરી દા.ત.(ઉદાહરણ) તરીકે વોટર સેડ(વાસ્મોની ડેટાએન્ટ્રી/મોનીટરીંગ),ડીઝીટલ ગુજરાત સેવા સેતુ તથા પ્રધાન મંત્રી કીશાન સન્માન નીધી યોજના તેમજ રાજય સરકારના અલગ-અલગ ડીપાર્ટમેન્ટ તથા બીજી શાખાઓની યોજનાઓની કામગીરી દા.ત.(ઉદાહરણ) બાંધકામની ૧૪માં નાણાપંચની પ્લાન પ્લાસ,જીયો ટેગીગ જેવી કામગીરી સોપવામાં આવે તેનો અલગથી વધારાનો સર્વિસ ચાર્જ ચુકવવામાં આવે તેવી માંગણી છે.

રાજય સરકાર કે કેન્દ્ર સરકારના કર્મચારીને વર્ષ દરમ્યાન બે વાર મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવે છે. તે મુજબ અમારા કામ મુજબ અમોને પણ વર્ષ દરમ્યાન બે(૨) વાર મોંઘવારી ચુકવવામાં આવે કારણ કે મોંદ્યવારી દરેક વ્યકિતને લાગુ પડતી હોય તો દરેકને મોંદ્યવારી મળે તે ખુબ જ જરૂરી છે. મહીનાની પહેલી તારીખે માંગવામાં આવતા હાજરી પ્રમાણપત્ર તેમજ પગારને લગતા અન્ય પત્રકો મોકલી આપવામાં આવે છે. તો પગાર મહીનાની ૧ થી ૩ તારીખ સુધીમાં થઇ જાય તેવી વિવિધ માંગણી અંતમાં કરી છે.

(11:43 am IST)