Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પોરબંદરમાં મુખ્યમંત્રીના આગમન પહેલા અસામાજિક તત્વો દ્વારા તોડફોડની ઘટનાથી અનેક પ્રશ્નો

કથળતા જતા કાયદો વ્યવસ્થાની સાથે અવઢવની સ્થિતિ : ભૂતકાળનુ પુનરાવર્તન વિકાસને અવરોધરૂપ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૭ : ગાંધી જયંતી ઉજવણી પ્રસંગે ગુજરાતના નવા વરાયેલ મુખ્યમંત્રીના આગમન પહેલા યાને ૨૪ ચોવીસ કલાક પહેલા જમીન પ્રકરણ સંબંધે લુખ્ખા તત્વોએ તોડફોડ કરી આતંક મચાવી શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિનપ્રતિદિન કથળતી જાય છે. તેનુ પ્રત્યક્ષ ઉદાહરણ સાથે અવઢવ ભરેલ પરિસ્થિતિ રોષ જોવાની સાથે કાયદો વ્યવસ્થા માટે નારાજગી અને અસંતોષ ઉભો થયેલ છે? પોલીસ વડા કાયદો અને વ્યવસ્થાનો જાળવવા ચર્ચામા રહ્યા છે. કામ પ્રસંગે રજૂઆત માટે જાય તો મળતા નથી. મુખ્યમંત્રીના આગમન પહેલાની બનેલ ઘટનાથી એક સત્ય લબકારા મારે છે.

સને ૧૯૮૦ની સાલથી જે સ્થિતી પોરબંદરના વિકાસમા નિર્માણ થઇ અને સુરખાબી નગરીના બદલે ભૂતકાળના અમેરીકાના ક્રાઇમ શહેર ટેકસાસનું બિરૂદ મળ્યુ તે માંડ માંડ ભુલાણુ ત્યા જ પુનઃસ્થિતિ ધીમે ધીમે નિર્માણ પામી છે. ભગવતી ટ્રાન્સપોર્ટ પર બનેલ હુમલાની ઘટના ગમે તે કારણની હોય પરંતુ ચિંતાજનક તો છે જ છેલ્લા કેટલાક સમયથી ભગવતી ટ્રાન્સપોર્ટ આવી ઘટનાઓ માટે નિશાન બનેલ છે. કારણ ગમે તે હોય પોલીસ દફતરે કે આઇ.બી.દફતરે જે હોય તે પણ સામાન્ય જનરલ રીતે પોરબંદરના વિકાસને અવરોધક તો છે.

વિકાસનો એક દરવાજો દરિયાઇ જળ વ્યવહાર અધખુલ્લો બચ્યો છે. બંદરીય આવકમા પણ નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. ખારવા સમાજ અંશરૂપ પ્રભુત્વ રહ્યુ છે તે પણ ધીમે ધીમે નામશેષ થતુ જાય છે. તે પાછળ સ્વાર્થ ઘટના જ સ્વાર્થ માટે અવરોધક છે. આગામી દિવસો પોરબંદરના બે બંદરો માટે વિકાસનો અંધકાર બતાવે છે. રાજકારણ અને રાજકારણીઓના હાથ બની નાચતા સમાજ અમુક પગમા કુહાડી મારી રહ્યા છે?

જુનુ બંદર ઇન્ટરનેશનલ કક્ષાનુ સાકાર થયેલ છે. કરોડ રૂપિયા સરકારે ખર્ચયા પરંતુ રાજકારણીઓ અવરોધ બન્યા છે. સમાજમા રાજકારણ કે રાજકારણીઓનો પગ પેસારો ઉંડો ઉતરે સડ્ડો બને તે પહેલા અટકાવવાની જરૂર છે.

વિધાનસભાની ચુંટણીએ જીવંત સળવળાટ શરૂ કર્યો છે. આગામી દિવસો ચુંટણીના છે. નો-રીપીટ થીયરીમા પતુ કપાય છે. ભલામણથી અન્યને ટિકીટ મળવી મુશ્કેલ છે તેવી ચર્ચા છે. હાલ રાજકીય પક્ષે ઉડાતી કળીના યુવકને પડખામા લીધેલ છે. પક્ષની નામે જે આર્થિક ખર્ચા કરે છે અને ચર્ચામા છે ત્યારે બુધ્ધીજીવી પ્રબુધ્ધ નાગરીકોને વર્ગ ત્રિરાશી માંડી રહ્યો છે.

આગામી વિધાનસભાની ચુંટણીમા મહાજનવર્ગની વ્યકિતને પક્ષની ટિકીટ મળે તેવા પ્રયાસો હાથ ધરાય છે અને તે દિશામા માર્ગ ખુલ્લો થતો જાય છે. જેમા મહાજન વર્ગમાંથી ન.પા.ના ભુતપુર્વ પ્રમુખ અને ભાજપ શહેર યુવા પ્રમુખ પંકજભાઇ ચર્ચામાં આવેલ છે અને તેવું ચિત્ર સ્વયમ ઉપસી રહ્યુ છે.

કાનુનથી સમસ્યા હલ કરશે ત્યા સુધી કાનુન તેમની ઢાલ રક્ષક રહેશે. ભલે કાનુન પાલન કરાવનાર અવઢવ ભરી ભૂમીકામા રહે ભજવે પરંતુ કાનુનના ચોપડે નોંધાયેલ. ભાજપ મહામંત્રી સ્વ.નરેન્દ્ર અત્રીની હત્યા પોલીસ દફતરે ગુન્હાહીત રેકર્ડમાં નોંધાયેલ છે. આરોપી  શોધતા નથી. હાલ તો આ સમગ્ર પ્રકરણ પડદો પર પડી ગયો છે.

(11:48 am IST)