Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વાંકાનેરના તીથવા માંશ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરે પરશુરામ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યા

વાંકાનેરઃ વાંકાનેર થી દસ કિલોમીટર દૂર વાંકાનેર તાલુકાના તીથવા મુકામે હરિયાળી વાતાવરણમાં આવેલ શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિર ખાતે યોજાયેલ સમગ્ર ગુજરાત રાજય ના ચતુરવેદ મચછું કાઠીયા મોંઢ બ્રાહ્મણના તમામ હોદેદારો ની મીટીંગ ( ચિંતન શિબિર ) તાજેતરમાં યોજાયેલ , જેમાં મનોરંજન માટે ધર્મનગર ના ભૂદેવ ભાઈ બહેનો દ્વારા ભવ્ય 'સંગીત સંધ્યા'નો કાર્યક્રમ યોજાયેલ જે કાર્યક્રમ માં શ્રી પ્રકાશભાઈ પંડ્યા , શ્રી આનંદભાઈ પંડ્યા, શ્રી પરીક્ષિતભાઈ પંડ્યા, શ્રી અશોકભાઈ જોષી , દિવ્યાબેન જોષી, મિરૂ પંડ્યા (બાળ કલાકાર) તથા ધર્મનગર ના ભૂદેવ ભાઈ બહેનોએ સંગીત સંધ્યા કાર્યક્રમમાં નવા જુના ફિલ્મીગીતો , ગુજરાતી ગીતો , ગઝલ , કવાલી વગેરે રજૂ કરી અને ધર્મનગરમાં જ ચાલતા 'પરશુરામ મ્યુઝિકલ ગ્રુપ'નું તેમજ વાંકાનેર ધર્મનગરનું નામ ગુજરાતભરમાં ગુંજતુ કરી દીધેલ પરિણામ સ્વરૂપ ત્યાં ઉપસ્થિત ગુજરાત ના હોદેદારો દ્વારા નવી નવી ઓફર પોગ્રામ માટે અને જરૂર પડ્યે વિદેશ પોગ્રામ માટે પણ તૈયારી અને સગવડતાની ખાત્રી ગુજરાતના હોદેદારોએ આપેલ ,, શ્રી મોઢેશ્વરી માતાજીના પાવન સાનિધ્યમાં આ સંગીત સંધ્યાના કાર્યક્રમ નો વીશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો અને બાળ કલાકાર મીરા પંડ્યા તેમજ શ્રી પ્રકાશભાઈ પંડ્યાએ કોણ હલાવે લીબડી , કોણ ઝુલાવે પીપળી , આ લોકગીત નાની એવી મીરી પંડ્યાએ સુંદર ગાયેલ જેથી ઓડિયન્સ માં તાલીઓના ગણગળાટ થયેલ હતો. (તસ્વીર-અહેવાલ : હિતેશ રાચ્છ, વાંકાનેર)

(11:50 am IST)