Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વાંકાનેર ભાજપ દ્વારા વૃક્ષપ્રેમીઓનું સન્માન

વાંકાનેર : ગ્રીનહરી બનાવવા માટે નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા ગાયત્રી શકિત પીઠ અને વાંકાનેરના વૃક્ષપ્રેમી, પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખી મહિનામા એક બે દિવસ ગાયત્રી શકિત પીઠ ખાતે હજારો વૃક્ષના છોડ લાવી વિતરણ કાર્યક્રમ ગોઠવે છે સાથે અનેક આયુર્વેદિક, હર્બલ અને પ્રજાને ઉપયોગી થાય તેવી ચીજવસ્તુઓ, માટીના વાસણો, પક્ષીઓના માળાઓ, પાણીના કુંડા સહિતની વસ્તુઓનુ રાહતદરે વિતરણ કરી સમાજને સ્વદેશી ચીજવસ્તુ વાપરવાના પ્રયાસ પણ અહીથી થઇ રહ્યા છે. આ ભગીરથ કાર્ય નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.બાલા ઉપરાંત ગાયત્રી શકિતપીઠના ટ્રસ્ટી અશ્વિનભાઇ રાવલ, પર્યાવરણપ્રેમી એવા શિક્ષકો ભુપતભાઇ છૈયા, ધ્રૃવગીરી ગોસ્વામી દ્વારા સ્થાનિક ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓને સાથે રાખી છોડ વૃક્ષનું વિતરણ અવિરત કરી રહ્યા છે. ઓકસીજન આપતા વૃક્ષો વાંકાનેરમા વધુને વધુ વાવવામાં આવે તેવા પ્રયાસો વાંકાનેરના મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાએ અભિયાન શરૂ કર્યુ છે. વૃક્ષ છોડ વિતરણ કેમ્પમાં અગ્રણીઓ વી.ડી.બાલા, ભુપતભાઇ છૈયા, ધ્રુવગીરી ગોસ્વામીનુ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, મહામંત્રી કે.ડી.ઝાલા, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઇ ઠાકરાણી દ્વારા સન્માન કરવામા આવેલ તે તસ્વીર.

(11:51 am IST)