Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સુરેન્દ્રનગરમા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી

 વઢવાણ : વન વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ ની ઉજવણી સરસ્વતિ કન્યા વિદ્યાલય-સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકશ્રી એચ.વી.મકવાણા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અમથુભાઇ, સરસ્વતી કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રીમતી પારૂલબેન ભટ્ટ, વઢવાણ રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી એમ.આર.મેર, વન વિભાગના કર્મચારીશ્રીઓ વાય. જી. દવે, પી. પી. જાડેજા, પી. વી. ચૌહાણ, એચ. બી. હેરમા, એસ. આર. ખટાણા તેમજ સુરેન્દ્રનગરના વન્યપ્રાણી પક્ષી પ્રેમીઓ સાથે રહી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ૨૦૦ થી વધારે વિદ્યાર્થીનીઓને વન્ય જીવોના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ પર્યાવરણ વિશે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપીને સન્માનીત કરવામાં આવી હતી, તથા સુરેન્દ્રનગર જિલ્લાના પક્ષીવિદ અને પર્યાવરણ પ્રેમી શ્રી નિરવભાઇ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીનીઓને પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ અદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.વન્ય સપ્તાહ ઉજવણીની તસ્વીર.

(11:51 am IST)