Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

લોધીકાના ગામડાઓમાં વિજ પુરવઠો ખોરવાતા લોધીકા પીજીવીસીએલની ઝડપી કામગીરી

ભારે વરસાદને પગલે...

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા. ૭ :. લોધીકા પંથકમાં તાજેતરના ભારે વરસાદને લઈ સર્વત્ર જળબંબાકાર થઈ ગયેલ. ખેતીવાડી, મકાન સહિત ઈલેકટ્રીક પુરવઠો પણ ખોરવાઈ ગયેલ તેવા કપરા સંજોગોમાં લોધીકા પી.જી.વી.સી.એલ. દ્વારા દિવસ-રાત જહેમત ઉઠાવી ગામડાઓમાં વિજ પુરવઠો આપી ઝડપી કાર્યવાહી કરેલ હતી.

લોધીકા વિસ્તારમાં તાજેતરમાં ૨૫ ઈંચ જેટલો ભારે વરસાદ આવેલ. જેમાં નદીઓમાં ઘોડાપુર આવેલ અનેક ગામોમાં પાણી ભરાય ગયેલ. પવન સાથે વરસાદને લઈ અનેક ઠેકાણે વિજપોલ, ટી.સી. ધ્વસ થઈ ગયેલ. લોધીકાના જેતાકુવા, ડાંગરવાડા, પીપરડી સહિત અનેક ગામોમાં અંધારપટની સ્થિતિ સર્જાય ગયેલ. આવા સમયે લોકોને હેરાનગતિ ન થાય તે માટે નાયબ ઈજનેર ડી.વી. ઉનડકટ, જૂનીયર એન્જી. કે.કે. સોરઠીયા, એસ.ડી. ચાંગેલાના માર્ગદર્શનમાં લાઈન સ્ટાફે દિવસ-રાત જહેમત ઉઠાવી ઝડપી કામગીરી બજાવી વિજ પુરવઠો પૂર્વવત કરેલ.

(11:51 am IST)