Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કાલાવડ પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ પોકસો - એટ્રોસીટી કેસમાં આરોપી જામીન પર

રાજકોટ, તા. ૭ :. જામનગર જીલ્લા મુકામે ફરીયાદી એ પોતાની સગીર વયની ૧૭ વર્ષની પુત્રીને લલચાવી - ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૭૬(૨) એન તથા પોકસો એકટની કલમ ૪, ૫ (એલ) અને ૬ મુજબની ફરીયાદ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી અજય રતીલાલભાઈ સાપરાની પોલીસ દ્વારા તા. ૨૫-૦૭-૨૦૨૧ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેને બાદમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના મૂળ રહેવાસી જામનગર જીલ્લાના રહેવાસી એવા ભોગ બનનારના માતાએ ગત તા. ૧૬-૭-૨૦૨૧ના રોજ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૭ વર્ષની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જવા અંગેની આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબની ફરીયાદ આપેલ હતી. જેના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા તારીખ ૨૫-૭-૨૦૨૧ના રોજ આ કામના આરોપી અજય રતીલાલભાઈ સાપરાને ભોગ બનનાર સાથે પાંચતલાવડા મુકામે પકડી પાડી અને આરોપી દ્વારા ભોગ બનનારને અવારનવાર શરીર સંબંધ બાંધેલ અને તા. ૨૫-૭-૨૦૨૧ના રોજ આ કામના આરોપી એ જામનગરના સ્પે. પોકસો કોર્ટમાં રજુ કરતા આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૭૬, ૩૭૬(૨)એન તેમજ પોકસો એકટની કલમ ૪ અને ૬નો ઉમેરો કરવામાં આવેલ અને આરોપીને જામનગર સ્પે. જજે ન્યાયીક હીરાસતમા મોકલવાનો હુકમ ફરમાવેલ હતો, ત્યાર બાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી જામનગર સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી. જે જામીન અરજી રદ થતા આરોપી અજય રતીલાલભાઈ સાપરા વતી રોકાયેલા એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ અને આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલા ચુકાદાઠઓને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, કેવીન એમ. ભંડેરી, કલ્પેન રાજાણી તેમજ ગુજરાત હાઈકોર્ટમાં પ્રતિક વાય. જસાણી રોકાયેલ હતા.

(1:28 pm IST)