Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

બરડા ડુંગરનાં જંગલમાં રમેશભાઇ ધડુકની ઉપસ્થિતિમાં વધુ પ૦ ચિતલને મુકત કરાશે

બરડાના ચિતલ બ્રીડીંગ સેન્ટરમાં હાલ ૧પ૦ ચિતલ બ્રીડીંગ હેઠળઃ અત્યાર સુધીમાં ર૧૬ ચિતલને જંગલમાં મુકત કરાયા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૭ : વન્યપ્રાણી સપ્તાહ તથા આઝાદીનો અમૃત મહોત્સવ દરમિયાન તા.૮ ના રોજ પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકની ઉપસ્થિતિમાં પ૦ ચિતલ ખુલ્લા જંગલમાં મુકત કરાશે. આ તકે રાજયના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન  બરડા ડુંગરની મુલાકાતે આવશે.

બરડા ડુંગરમાં ૭પ૯ જાતની ઔષધીઓ નોંધાયેલી છે, જેમાં મુખ્યત્વે રાયણ, ટીંબરૃં, જાંબુ, ગોરળ, હરમો, આંબલી, દુધલો, વગેરે છે. આયુર્વેદિક રીતે મહત્વ ધરાવતા ગુગળ, આંબળા, માલણ, ગરમાવો તથા વિવિધ જાતોના વેલાઓ તથા છોડ આવેલા છે. દીપડા, ઝરખ, શિયાળ, લોકડી ઘોરખોદીયા વગેરે રર પ્રકારના  સસ્તન પ્રાણીઓ આવેલા છે. આ ઉપરાંત ર૬૯ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. બરડા અભ્યારણમાં ર૬ પ્રકારનાસાપ અને સરિસૃપો તથા પપ પ્રકારના પતંગિયાઓ જોવા મળે છે.

બરડા અભ્યારણ્યમાં સાતવીરડા નેશ નજીક લાયન જીનપુલ આવેલ છે. વિવિધ વિસ્તારમાંથી પસંદ કરાયેલ નર તથા માદાસિંહ આ સ્થળે લાવી સંવર્ધન કરવામાં આવે છે. સાતવીરડા જિનપુલ ખાતે જન્મેલ ૧૦ સિંહબાળને સકકરબાગ ઝૂ ખાતે મોકલવામાં આવેલ છે. બરડા અભ્યારણમાં સાતવીરડા નેશ નજીક લાયન જીનપુલ આવેલ છે. વિવિધ વિસ્તારમાંથી પસંદ કરાયેલ નર તથા માદા સિંહ આ સ્થળે લાવી સંવર્ધન કરવામાં આવે છે. સાત વીરડા જિનપુલ ખાતે જન્મેલ ૧૦ સિંહબાળને સકકરબાગ ઝૂ ખાતે મોકલવામાં આવેલ છે. બરડા અભ્યારણ્યમાં હરની બે પ્રજાતિઓ ચિતલ તથાસાબર (સાંભર)ના પુનર્વસન માટે કાર્યક્રમ ચાલે છે. સાબરએ ગુજરાતમાં જોવા મળતા ૩ પ્રકારના હરણમાં સૌથી મોટુ હરણ છે. કિલેશ્વર નજીક આવેલ ધોરાધુના નેશ ખાતે સાબર બ્રિડીંગ સેન્ટર આવેલ છે. જયાં હાલમાં ૪૯ સાબરનું સંવર્ધન થઇ રહેલ છે.

સાતવીરડા નેશ ખાતે ચિતલ બ્રિડીંગ સેન્ટર આવેલ છે. હાલમાં ૧પ૦ જેટલા ચિતલ આ બ્રિડીંગ સેન્ટરમાં આવેલા છે. બરડા અભ્યારણ્યમાં પુનર્વસન માટે અત્યાર સુધીમાં કુલ ર૧૬ ચિતલને ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ છે. આ હરણ મુકત જંગલમાં સફળતા પુર્વક પુનઃસ્થાપિત થયેલ છે. ગુજરાત રાજયના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન બરડા અભ્યારણ્યની મુલાકાત લેનાર છે.

(1:11 pm IST)