Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ચોટીલા બસ સ્ટેન્ડ પાસે પોરબંદરના યુવક-યુવતિનો આપઘાતનો પ્રયાસઃ કારણ અંગે તપાસ

રાજકોટ તા. ૭ :.. સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા બસ સ્ટેન્ડ પાસે પોરબંદરના યુવક- યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પોરબંદર રહેતો આશીષ (અશ્વીન) નરસિંહભાઇ સરવૈયા (ઉ.વ.ર૯) તથા સીમા રામભાઇ ઓડેદરા (ઉ.૧૯) નામના યુગલે કાલે બપોરે ચોટીલા બસ સ્ટેન્ડ પાસે ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને વધુ સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ચોટીલા અને પોરબંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)