Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મોટી પાનેલીના બેંકના બ્રાંચ મેનેજરને બે શખ્સોએ માર મારી ધમકી આપી

પાસબુક અપડેટ કરવા બાબતે ઝઘડો કરી : બસીર અને અરમાન સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ફરીયાદ

રાજકોટ, તા. ૭ :. ભાયાવદરના મોટીપાનેલી ગામે પાસબુક અપડેટ કરવા પ્રશ્ને બે શખ્સોએ બેંકના બ્રાંચ મેનેજરને માર મારી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે. મોટીપાનેલીમાં રહેતા ભરતલાલની એસબીઆઈ બેંકમાં પાસબુક અપડેટ કરવા બાબતે પઠાણ બસીર તથા પઠાણ અરમાન બસીરભાઈ રહે. બન્ને મોટીપાનેલી બેંકના મેનેજર સુદેશ સુરેશભાઈ સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે બેંક મેનેજર સુદેશભાઈએ ઉકત બન્ને શખ્સો સામે ફરીયાદ કરતા ભાયાવદર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)