Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ધોરાજીના સુપેડીમાંથી અપહરણ કરનાર બાળાને મુકીને નાશી છુટ્યો : શોધખોળ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૭ :  ધોરાજી ના સૂપેડી ગામે પ્લાસ્ટીક કારખાના માં મજૂરી કામ કરતા કમલેશભાઈ ભાવશીભાઈ આદિવાસી ની ત્રણ વષ ની પૂત્રી સૂરબાઈ નૂ મંગળવારે સાંજે ચાર વાગ્યા આસપાસ કોઈ અજાણ્યો મોટરસાઈકલ ચાલક શખ્સ અપહરણ કરી ગયા ની જાણ પરિવારજનો એ ધોરાજી પોલીસ મથકે કરતાં ધટના ની જાણ થતા ધોરાજી પીઆઈ હકૂમતસિહ જાડેજા સૂપેડી ગામે દોડી જઈ ને તપાસ હાથ ધરી હતી

આ બનાવ અંગે જીલ્લા પોલીસ વડા બલરામ મિણા, જેતપુર ડેપ્યુટી એસપી સાગર બાગમર એ તાબડતોબ અપહરણ બનાવ મામલે જીલ્લા સહિતના પોલીસ મથકો ખાતે પોલીસ ની નાકાબંધી કરાવી હતી લગભગ રાત્રીના દસ વાગ્યા સુધી સમગ્ર રાજકોટ જિલ્લાના સ્ટેટ હાઇવે નેશનલ હાઈવે ઉપર પોલીસે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી પરંતુ આરોપીની સગળ કોઈ જગ્યાએ મળી ન હતી જેતપુર સુધી સીસીટીવી ફૂટેજના આધારે લોકેશન મળતું હતું પરંતુ આરોપી કોઈ અન્ય માર્ગ પર નાસી છૂટયો હોય તેવું પોલીસે જણાવ્યું હતું હાલમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણા  ડેપ્યુટી એસપી સાગર બાગમાંર ના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજકોટ જિલ્લામાં પોલીસ મથકો ઉપર સાવચેતીના ભાગરૂપે આરોપીને ઝડપી લેવા બાબતે ખાસ સુચના આપવામાં આવી છે.

ઉપરોકત બનાવ અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા એ માહિતી આપતા જણાવેલ કે આરોપીની શોધખોળ રાજકોટ જિલ્લાના નેશનલ હાઇવે તરફ આવલ એટલે ચોટીલા સુધીના નેશનલ હાઈવેના ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ આરોપી જેતપુર ટોલનાકા કુટેજમાં મોટરસાયકલ જોવા મળ્યું હતું જે અનુસંધાને તપાસ હાથ ધરતા આરોપી બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામ નજીક ત્રણ વર્ષની સગીરાને છોડી નાસી ગયો છે જે અંગે બગસરા પોલીસ મથક ને જાણ થતા  તેઓએ તાત્કાલિક દીકરીનો કબજો સંભાળી ધોરાજી પોલીસ અને કબજો સોપેલ છે ધોરાજી પોલીસે સગીરાના માતા-પિતા ને બોલાવી દીકરીનો કબજો સોંપ્યો હતો

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આરોપીએ મોટર સાયકલ માં નંબર પ્લેટ માત્ર વાઈટ કલર ની કોરી રાખેલ છે નંબર રાખ્યા નથી જેના કારણે આરોપી નું લોકેશન શાધંવુ પણ મુશ્કેલ છે છતાં પણ અમરેલી જિલ્લા પોલીસ ની મદદથી એ વિસ્તારમાં આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

હાલમાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા રમેશભાઈ બોદર સહિતનો પોલીસ કાફલો મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી પરંતુ હજુ સુધી કોઈ સમાચાર પ્રાપ્ત થતા નથી.

(1:29 pm IST)