Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પોરબંદરમાં સી.આર. પાટીલનું શનિવારે બાઇક રેલી સાથે સ્વાગત

બાઇક રેલી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ ચોપાટી ખાતે મહિલા સંમેલનને સંબોધશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આગામી તા. ૯મીએ શનિવારે સાંજે પોરબંદર આવી રહ્યા છે. સી.આર.પાટીલનું સ્વાગત બાઇક રેલી સાથે કરાશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું બાઇક રેલી સાથે શનિવારે સાંજે ૫ વાગ્યે સ્વાગત બાદ બાઇક રેલીનું ચોપાટી ખાતે સમાપન થશે. ત્યારપછી ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે આયોજન મહિલા સંમેલનને સી.આર.પાટીલ સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સી.આર.પાટીલનો પોરબંદરની મુલાકાતનો કાર્યક્રમ વાવાઝોડાની સ્થિતિ ધ્યાને લઇને મુલત્વી રાખેલ હતો.(

(1:13 pm IST)