Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સાવરકુંડલાના આંબરડીના શિક્ષક મુકેશભાઇ મહેતા અને હસુભાઇ સોલંકીની જબરી કામગીરી સ્કૂલ બંધ હતી છતા શેરીઓમાં બાળકોને શિક્ષણ આપતા

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા, તા.૭: શિક્ષણ મેળવું જરૂરી છે તેવી વાતો કરનારા તો ઘણા હોય છે પરંતુ તે વાત ને અનુસરીને તે વાતને સાર્થક કરનારા ઓછા લોકો હોય છે તે વાત સાબિત કરી બતાવતા આંબરડી ગામના બે શિક્ષકો આ અંગેના માળતાં અહેવાલ કે કોરોના વાયરસના કારણે સ્કૂલ હાઈસ્કૂલ કોલેજોમાં રજા હોવાથી તમામ સ્કૂલો બંધ હતી એટલે પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ માટે નું શું ? એટલે સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ બે શિક્ષકોએ કોવિડ ૧૯ કારણે શાળાઓ બંધ હતી.

તે દરમ્યાન શિક્ષક મુકેશભાઈ મહેતા અને હસુભાઈ સોલંકીબને શિક્ષકોએ આંબરડી ગામની શેરી મહોલ્લામાં વિધાર્થીઓને પ્રાથમિક શિક્ષણ આપે છે તે કામગીરીથી આંબરડી ગામની જનતા આ બને શિક્ષકો મુકેશભાઈ મહેતા અને હસુભાઈ સોલંકીની કામગીરીની ભારોભાર ગ્રામજનો પ્રસશા કરી રહ્યા છે. સરકારશ્રીનો ખોટો પગાર લેવા કરતા નાના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં વાંધો શુ? સરકારના પગારનું વળતર ચૂકવું જ જોઈએ તેવી ઈમાનદારીને વળગેલા શિક્ષકોની સેવાની સમગ્ર આંબરડી ગામ વાહ વાહ થવા લાગી છે.

(1:13 pm IST)