Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

અમરેલીમાં કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા : કોરોના મૃતકોને સામુહિક શ્રધ્ધાંજલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.  ૭ : અમરેલી શહેર વોર્ડ નં ૭ માં કોરોનાની મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ના સ્વજનો ની મુલાકાત લઈ સાંત્વના પાઠવી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ મળતી તમામ આર્થિક સહાય અંગે ચર્ચા કરી.  આ ન્યાય યાત્રા મા ઉપસ્થિત અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા શહેર કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ મહેશ સોમૈયા અમરેલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સમીર કુરેશી વૉર્ડ નં ૭ ના નગરપાલિકા સદસ્ય સકીલ ભાઈ સૈયદ રેહાનાબેન જુબેરભાઈ નાગાણી એકતાબેન હાર્દિક ભાઈ કનાડા વતી હાર્દિક ભાઈ કનાડા જુબેરભાઈ નાગાણી સહીત વૉર્ડ નં ૭ આગેવાનો હાજર રહ્યા હતા.

(1:14 pm IST)