Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય પ્રાપ્ત કરતા બાબરા શહેર ભાજપ દ્વારા આતશબાજી

 બાબરા : સમગ્ર રાજયમાં નગરપાલિકા કોર્પોરેશન તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત સહિત ની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપે પ્રચંડ વિજય પ્રાપ્ત કરતા રાજયના ભાજપ પરિવાર દ્વારા ખુશી વ્યકત કરી વિજયના વધામણાં કરવામાં આવ્યા હતા. ત્યારે બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયાની આગેવાની હેઠળ શહેર ભાજપ મહામંત્રી બીપીનભાઈ રાદડિયા, નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલિયા. જીલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન નિતિનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ વસંતભાઈ તેરૈયા, કારોબારી સમિતિ ચેરમેન ભુપતભાઇ બસિયા, અલ્તાફભાઈ નથવાણી, પ્રતાપભાઈ ખાચર,જિલ્લા પંચાયતના સભ્ય હિંમતભાઈ દેત્રોજા, મણીસભાઈ ગોહિલ,રસિકભાઈ ગોજારીયા,અલતાફભાઈ ગોગદા,મૂળશંકર તેરૈયા.રાજુ રંગ પરા, બાવકુભાઇ બસીયા,મનિષ ગોહિલસહિતના સ્થાનિક ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અહીં નાગરિક બેન્ક ચોકમાં આતસબાજી કરી ભાજપની ભવ્ય જીતના વધામણાં કરવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલ : મનોજ કનૈયા -બાબરા)

(1:14 pm IST)