Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સાવરકુંડલાઃ ભાજપ સરકાર ખેડુતોના હિતમાં પગલા ભરેઃ વિરજીભાઇ ઠુંમરની માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૭: પુર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે કે, ર૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે અને ખેડુતોની ડબલ આવકની વાતો કરીને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન બન્યા છે અને દેશમાં ખેડુતોનું દસ-દસ મહિનાથી ખેડુત વિરોધી કાળા કાયદા આંદોલન કરવું પડે છે. ચા વેવાના બદલે દેશ વેચવામાં માહિર બન્યા છે. ૭૦ વર્ષમાં કોંગ્રેસે શુ કર્યુ, કોંગ્રેસે ઉભા કરેલા અનેક ઉદ્યોગીક ક્ષેત્રો એરપોર્ટ તેમજ બંદરો વેચીને તેમાં ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલી રહી છે. ત્યારે રાજયની સરકારને સીધા પ્રશ્ન પુછવામાં માંગુ છુ કે આપ ખેુતોના જો હામી હોય તો હાલ તેમ જે યાત્રા કાઢીને લોકો બેહકાવી રહયા છો તેમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન થતુ નથી અનેક ભાજપના કાર્યકરો કે મંત્રીઓ માસ્ક પહેરતા નથી.

શ્રી ઠુંમરે ઉમેર્યુ હતું કોવિડ મહામારી વખતે દંડ લેવા માટે શહેરોમાં ડ્રોન ઉડાવ્યા હતા અને લોકો પાસેથી હોસ્પિટલે જવાના પૈસા ન હતા તેવા ગરીબ લોકો પાસેથી દંડ વસુલ્યો છે. આવા ડ્રોન ફેરવીને ખેડુતોના ખેતરોમાં શું મુશ્કેલી ઉભી થઇ છે કયો પાક બળી ગયો છે તે તપાસ કરવા માંગે છે કે કેમ ? આપનાં મંત્રીઓ યાત્રા લઇને નીકળે છે ત્યારે તેમની હાય - હાય થઇ રહી છે. કોંગ્રેસ પક્ષ કે બીજા ભાજપ વિરોધી પક્ષ કાર્યક્રમ આપશે તો ભાજપ તરફથી તેવું કહેવામાં આવે છે કે, કોંગ્રેસ પક્ષ વાળા છે. ફલાણા પક્ષ વાળા છે ત્યારે ખડુતોએ સામાન્ય લોકોએ અને આમ જનતાએ આવા મંત્રીઓના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની નોબત આવી ચુકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ ખેડુતોના હિતમાં પગલા ભરે, બેન દિકરીઓની ઇજજત સલામત નથી, કરોડો રૂપિયાનું હેરોઇન પકડાઇ રહયુ છે. દારૂ ચોરી લુટ ફાટ દિન પ્રતિદિન વધી રહી છે આત્મવિલોપન ખેડુતો તેમજ આર્થિક ભીંસમાં આવેલા લોકો કરી રહયા છે.

તેમને બચાવવામાં ભાજપની નવી સરકાર કયા પ્રકારનું આયોજન કરવા માંગે છૈ ? તેમ શ્રી ઠુંમરે એક નિવેદન કરીને ગાંધીના ગુજરાત ગોડસેની વાહ વાહી થઇ રહી છે અમેરિકાના પ્રમુખ બાઇડને દુનિયામાં ગાંધી વિચારો જ ચાલી શકશે તેવું વડાપ્રધાનની અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમની હાજરીમાં નિવેદન કર્યુ છે. ત્યારે અમેરિકા વિદેશી પ્રધાન કમલા હેરિસ અને જો બાઇડને આપેલી સલાહ સ્વીકારી અને સત્તાથી ગાંધીના વિચારોને ગુજરાતના હિત માટે લોકો સુધી પહોંચાડવા શું કરવા માંગે છે ? ગરીબ લોકો, ખેડુતો, સામાન્ય આમ માણસ પાઇમાલ થયેલ છે તેમને બચાવવા માટે ભાજપ સરકારે આયોજન વિચારવું જોઇએ તેમ  વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું.

(1:15 pm IST)