Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ધ્રાંગધ્રાનાં વાવડીમાં દુષ્કર્મ આચરતાં સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો : દિનેશ ઠાકોર સામે ગુન્હો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૭ :  ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે તેર વર્ષની સગીરા ઉપર બળાત્કાર ગુજારીને તેને સગર્ભા બનાવતા, સગીરાએ મૃત બાળકને જનમ આપ્યા પછી કુકર્મનો ભાંડો ફુટયો હતો. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસના ચક્રો ગતિમાન થયેલ છે.

ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામમાં ખેતમજુરી કરતા પરિવારની તેર વર્ષની દિકરીને દિનેશ વજાભાઈ ઠાકોર નામના શખ્સે ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં આ અંગે કોઈને જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપીને વારંવાર બળાત્કાર ગુજારેલ હતો. સગીરા સગર્ભા બન્યા બાદ છ મહીને મૃત બાળકને જનમ આપતા આ કુકર્મનો ભાંડો ફુટયો હતો. આ અંગે સગીરાના પિતા દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસ હાથ ધરાયેલ છે.

(1:30 pm IST)