Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જૂનાગઢની વેપારી પેઢીને દાહોદ અને ગાંધીધામ ખાતેની પેઢીનો રૂ. ૩૧ લાખથી વધુનો ધુંબો

૪ર ટન ધાણા ખરીદી પેમેન્ટ નહિં કરી વિશ્વાસઘાત કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭: જુનાગઢની વેપારી પેઢી પાસેથી ૪ર ટન ધાણા ખરીદી દાહોદ અને ગાંધીધામની પેઢીએ પેમેન્ટ નહિ કરી રૂ. ૩૧ લાખનો ધુંબો લગાવી વિશ્વાસઘાત કરતાં હલચલ મચી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છેકે, જુનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતાં બ્રિજેશભાઇ અશોકભાઇ રતનપરા જુનાગઢ નજીક ધોરાજી બાયપાસ ખાતે રતનપરા ઓવરસીઝ નામનું અનાજ-કઠોળ-મસાલાનું કારખાનું ધરાવે છે.

તાજેતરમાં રૂદ્ર એન્ટરપ્રાઇઝ વાળો પ્રિતેશ કકકડ ઉર્ફે રૂદ્રભાઇ રહે. દાહોદ વાળો બ્રિજેશ રતનપરાનાં કારખાને આવેલછ અને જણાવેલછ કે, ગાંધીધામમાં શ્રીનાથ ટ્રેડીંગ નામની પેઢી અને તેનાં માલિક જીજ્ઞેશ કલોલા અને તેનો વહીવટ કરતો માણસ મનોજ પટેલ સારો વેપાર કરતાં હોવાનું જણાવેલ.

બાદમાં બ્રિજેશનાં કારખાના ખાતેથી જીજ્ઞેશ અને મનોજ સાથે ફોનમાં વાત કરાવી પ્રથમ બંનેએ રૂ. ૧૪.૬૭ લાખનાં ૩૦ ટન ચણા તેમજ રૂ. ૧૧.૩૧ લાખનાં પ૦ ટકા ઘઉં મંગાવેલ.

જો કે આ વેપારનું બંનેએ પેમેન્ટ મોકલી આપી વિશ્વાસ કેળવ્યો હતો. આ પછી થોડા દિવસોફ અગાઉ રૂ. ૩૧.૦૬ લાખની કિંમતનાં ૪ર ટન ચણા મંગાવ્યા હતાં.

પરંતુ આ વેપારનું પેમેન્ટ કરવાને બદલે જીજ્ઞેશ કલોલાએ પોતાની પેઢી અને મનોજે પોતાનો મોબાઇલ ફોન કરી દીધો હતો જયારે પ્રિતેશ કકકડ ગોળ-ગોળ જવાબ આપી મૂર્ખ બનાવતો હતો.

આખરે ગત રાત્રે કારખાનેદાર બ્રિજેશ રતનપરાએ ફરિયાદ કરતાં જુનાગઢ તાલુકા પોલીસે ત્રિપુટી સામે કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. ધોકડીયા ચલાવી રહ્યા છે.

(1:16 pm IST)