Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સોમનાથમાં લોન માહીતી, ડીઝીટલ અભીયાનનો ભવ્ય પ્રતિસાદ

રપ૦ થી વધારે વેપારીઓ,હોટલ,રેસ્ટોરન્ટ,ફેરીયાઓ,પાથરણાવાળાઓ જોડાયા

સોમનાથ ટી.એફ.સી ઓડીટોરીયમ ખાતે એસ.બી.આઇ દ્વારા લોન માહીતી તથા ડીઝીટલ માધ્યમનો કેમ્પ યોજાયેલ તેની તસ્વીર

વેરાવળ, તા.૭: સોમનાથ પ્રભાસપાટણ વિસ્તારમાં લોકડાઉનથી અનલોક સુધી પાથરણા,લારી ગલ્લાથી લઈને હોટલો સુધીના અનેક ધંધાર્થીઓના ધંધાને વધુ વેગ મળે તેમજ રોકડ નાણાની લેવડ દેવડ સહેલાયથી થાય તે માટે દરેક લોન તેમજ ડીઝીટલ બેંક સુવિધાની તમામ માહીતી મળી શકે તે માટે ભવ્ય કેમ્પનું આયોજન કરાયેલ હતું તેમાં રપ૦ થી વધારે વેપારીઓ સહીત અનેક ધંધાર્થીઓ જોડાયેલ હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટ,સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા વેરાવળના સહકારથી ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ દ્રારા સોમવારના રોજ ટીએફસી ઓડીટોરીયમ ખાતે પ્રભાસપાટણ સોમનાથ વિસ્તારમાં તમામ નાના મોટા ધંધાર્થીઓ જેમાં પાથરણા,લારી ગલ્લા, ફોટો ગ્રાફર તેમજ મુખ્ય બજાર, ત્રીવેણી રોડ ના નાના મોટા વેપારીઓ રેસ્ટોરન્ટ, હોટલોના સંચાલકો તેમજ આ વિસ્તારમાં ઘરનું ઘર લેવા માંગતા રપ૦થી વધારે લોકો જોડાયેલ હતા આ કેમ્પ ને ભવ્ય સફળતા મળેલ હતી.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ હતું કે આખા વિસ્તારમાં રોજગારી સૌથી વધારે મળે તે માટે ટ્રસ્ટ પ્રયત્નશીલ છે તેમા આજે ડી.કે.ગુ્રપ દ્રારા એસ.બી.આઈને જોડીને લોન તથા ડીઝીટલ માઘ્યમનો સુંદર આયોજન થયેલ છે તેથી રોજગારીને વધુ વેગ મળશે.

બેંકમાં લોન મેળવવા માટે સૌથી વધારે જરૂરીયાત ઈન્કમ ટેકક્ષ રીર્ટનની હોય છે તેના માટે એડવોકેટ માધવ કકકડે માહીતી આપેલ હતી અને જણાવેલ હતું કે ભવીષ્યમાં નાણા સુરક્ષીત રાખી શકીએ તે માટે ઈન્કમ ટેકસ રીર્ટન ભરવું જરૂરી છે રૂ.પાંચ લાખ સુધી કોઈ ટેકસ લાગતો નથી સાવ નજીવી ખર્ચ થી રીર્ટન ભરાઈ છે.

એસ.બી.આઈ રીઝનલ મેનેજર જોષી સાહેબે જણાવેલ કે બેંક સેવા માટે છે નાનામાં નાના માણસોને લોન મળે તે માટે ખુબજ સરળતા રાખે છે ૧૦ હજારથી લઈ લાખ કરોડ સુધીની લોન બેંક સરળતા થી આપે છે મુદ્રા લોન મા તો પ૦ હજાર સુધી જામીનની પણ જરૂર નથીપણ તેને રોજગારી મેળવવા માટે પુરાવવા આપવા પડે છે આ વિસ્તારમાં દરેક નાના મોટા વેપારીઓ ડીઝીટલ માઘ્યમથી જોડાય તેવી અપીલ કરેલ હતી.

ડી.કે.ગુ્રપના દીપક કકકડે જણાવેલ હતું કે સોમનાથ પ્રભાસપાટણમાં હજારો લોકો રોજીરોટી મેળવે છે તેમને નાની રકમ ની જરૂરીયાત હોય ત્યારે સરળતાથી બેંકમાંથી મળે શકે તે માટે તેમજ દેશ વિદેશ આવતા યાત્રીકો ડીઝીટલ માઘ્યમથી નાણા ચુકવી શકે તે માટે કેમ્પનું આયોજન કરેલ હતું.

આ આયોજન ને અદભુતપુર્વક સફળતા મળેલ હતી તેથી સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની બ્રાંન્ચ સોમનાથ પ્રભાસપાટણ સોમનાથ ટ્રસ્ટના સહકારથી ખોલવામાં આવશે તેવી પણ જાહેરાત થતા ઉપસ્થિત તમામે તાળીઓના ગડગડાથી વધાવી લીધેલ હતા.

(1:17 pm IST)