Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વિસાવદરના પત્રકાર મુકેશ રિબડીયા તથા ધારીના પત્રકાર અરવિંદ દવે સાથેના અયોગ્ય વર્તન-વ્યવહારની ઘટનાના ઘેરા પ્રત્યાધાત

પત્રકાર સંઘનો આક્રોશઃ સત્તાવાળાઓને લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું : જવાબદારો સામે પગલાં લેવા માંગ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૭: વિસાવદરના પત્રકાર મુકેશભાઈ રિબડીયા સાથે સીટી તલાટી-વિસાવદર તથા ધારીના પત્રકાર અરવિંદભાઈ દવે સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર-ધારીએ અયોગ્ય વર્તન-વ્યવહાર કર્યાનાં આક્ષેપ સાથે વિસાવદર પત્રકાર સંદ્યે જબરો આક્રોશ વ્યકત કરી મામલતદાર-પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર સુપ્રત કરી ચોથી જાગીરનુ ગળું ઘોંટવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોય,તટસ્થ તપાસ યોજી જવાબદારો સામે કાયદેસર પગલા ભરવા રજુઆત કરેલ છે.

વિસાવદર પત્રકાર સંઘનાં પ્રમુખ ગીજુભાઈ વિકમાની આગેવાની તળે સ્થાનિક પત્રકારો વિપુલભાઈ લાલાણી,કૌશિકપુરી ગૌસ્વામી,હરેશભાઈ મહેતા,આસીફભાઈ કાદરી,ઉમેશભાઈ ગેડીયા,મહેશભાઈ નિમાવત,કલ્પેશભાઈ ધકાણ,મુકેશભાઈ રિબડીયાએ જોડાઈ મામલતદાર-પ્રાંત અધિકારીને રૂબરૂ આવેદનપત્ર સુપ્રત કરી વિસ્તૃત રજુઆત કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી.આ વેળાએ જાણીતા આગેવાન શ્રી રમણીકભાઇ દુધાત્રા પણ પત્રકારો સાથે જોડાયા હતા અને સ્થાનિક મીડિયાકર્મીઓની રજુઆતમાં પોતાનો સૂર પુરાવ્યો હતો.

(1:18 pm IST)