Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વિસાવદરનાં મોણીયા ગામે ડમ્પરની ઠોકરે દાદરના બાઇક સવાર વૃધ્ધનું મોત

અકસ્માતમાં મૃતકનાં પુત્ર અને પૌત્રને ગંભીર ઇજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭: વિસાવદરનાં મોણીયા ગામે ડમ્પરની ઠોકરે દાદર-ગીરના બાઇક સવાર વૃધ્ધનું મોત નિપજયું હતું તેમજ મૃતકનાં પુત્ર અને પૌત્રને ગંભીર ઇજા થતાં બંને જુનાગઢ સારવાર માટે ખસેડાયા હતા.

આ અકસ્માતની વિગતો એવી છે કે વિસાવદર તાલુકાનાં દાદર-ગીર ગામનાં લખમણભાઇ ડાયાભાઇ બલદાળીયા (ઉ.વ. જ્ઞપ) ગઇકાલે તેમનાં પુત્ર બિપીન અને પૌત્ર મયુરને પોતાનાં જીજે-૦૭--ેસ-પ૭૯૦ નંબરનાં મોટર સાયકલ પર બેસાડીને જુનાગઢ તરફથી આવી રહ્યા હતા.

ત્યારે વિસાવદર નજીકનાં મોણીયા ગામે જુનાગઢ-વિસાવદર રોડ ઉપર પુરપાટ ઝડપે આવેલા જીજે-ર૩-ડબલ્યુ-૭પર૩ નંબરનાં ડમ્પરનાં ચાલકે ત્રિપલ સવારી મોટર સાયકલને હડફેટમાં લીધું હતું.

જેમાં  લખમણભાઇ સહિત ત્રણેય ફંટોળાય ગયા હતા. ગંભરી ઇજા થવાથી લખમણભાઇનું મોત નિપજયું હતું.

જયારે પુત્ર અને પૌત્રને ગંભીર ઇજા થતાં બંનેને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ ડ્રાઇવર-ડમ્પર મુકીને ભાગી ગયો હતો. વિશેષ તપાસ પી.એસ.આઇ. આર. ડી. ડામોર ચલાવી રહ્યા છે.

(1:29 pm IST)