Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમમાં શ્રાધ્ધ પક્ષ પૂર્ણ થતા પિતૃતર્પણ

પ્રભાસ પાટણ : પ્રભાસપાટણ સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમમાં શ્રાધ્ધ પક્ષના પખવાડિયા દરમિયાન પોતાના પિતૃઓના મોક્ષની પ્રાપ્તિ થાય તે માટે ધાર્મિક વિધિ કરવામાં આવેલ. આ તકે સોમનાથ ના તિર્થ પૂરોહિત કમલેશ મણીશંકર પાઠક પ્રભાસ તિર્થનો મહિમા જણાવેલ કે એક કથા અનુસાર ભગવાન સૂર્ય નુ તેજ તેમના પત્ની સંજ્ઞા દેવી થી સહન ન થતાં સુર્ય દેવે પોતાના તેજના બાર ભાગ કર્યા જેમાંથી પ્રભાસ માં ચાર ભાઞ રાખ્યાં વેદ કાળમા દેવતાઓને બાળીને ભસ્મ કરવા માટે અગ્નિ ઉત્પન્ન કરેલએ અગ્નિથી દેવતાઓને બચાવવા માતા સરસ્વતી એ નદીનું રૂપ ધારણ કરી અસ્થીને પ્રભાસ ના સમુદ્રમાં પધરાવેલ. યદુકુળ નાયક જગતગુરૂ ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત ભારત ભ્રમણ કરી ચૂકયા હતા પરંતુ પોતાને ગોલોકમાં જવા યાદવ પરીવાર નેં મુકિત અપાવવા પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા હતા. મહાભારત ના યુધ્ધ પછી અજુને પ્રભાસમાં આવી શ્રાધ્ધ કયું હતું બીજીવાર પણ પાંડવો એ પ્રભાસમાં આવી શ્રાધ્ધ કયું હતું. બાર જયોતિર્લિંગ માં પ્રથમ સ્થાન સોમનાથ દાદા પ્રભાસ માં છે વૈદીક સરસ્વતી પ્રભાસ માં છે સુર્યના તેજ નાં પ્રતિક સ્વરૂપે એક સમયે સુર્યનાં બાર મંદિરો પ્રભાસમાં હતાં સૃષ્ટી કર્તા બૃહમા સ્વયં સાત વર્ષની બાલ્યઅવસ્થામાં પ્રભાસમાં તપ કરવા આવેલા. વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામ એ પાપ નિવારણ માટે પ્રભાસ મા તપ કરેલું ચન્દ્રદેવએ શાપ નિવારવા પ્રભાસમા શિવજી નું તપ કરેલું આમ પ્રભાસ ક્ષેત્રનુ અને ત્રીવેણી સંગમનુ ખુબજ મહત્વ રહેલું છે અને આ ક્ષેત્રમાં શ્રાધ્ધ પક્ષમાં લોકોએ શ્રાધ્ધ કર્મ કરીને પૂણ્ય કમાયેલું હતું. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(1:27 pm IST)