Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કેશોદમાં રહેતા ફૌજી નિવૃત થતા ભવ્ય સ્વાગત

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૭: કેશોદમાં રહેતા મહેશભાઈ હંસરાજભાઈ ગજેરા જેઓ ફૌજી તરીકે સતર વર્ષ દેશ સેવા કરી ફરજ નિવૃત થતાં કેશોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

મહેશભાઈ ગજેરાને નાસીક ખાતે ૨૦૦૪ માં ટ્રેનીંગ પુર્ણ કરી વેસ્ટ બંગાળમાં બીના ગુળી ખાતે ૨૦૦૫ થી પ્રથમ પોસ્ટીંગ થયેલ જયાં ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ સીમલા ખાતે બીજુ પોસ્ટીંગ થયેલ સીમલા ખાતે ચાર વર્ષ ફરજ બજાવી અમ્રૃતસર ખાતે એક વર્ષ ફરજ બજાવી નાસીક ખાતે ત્રણ વર્ષ ફરજ બજાવેલ કલકતા ખાતે એક વર્ષ ફરજ બજાવી પુના ખાતે બે વર્ષ ફરજ બજાવેલ બાદમાં રજોરી પુંજ જમ્મુ કશ્મીરમાં બે વર્ષ ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત થતાં કેશોદ વતન પરત આવતા કેશોદ ખાતે નિવૃત ફૌજી મહેશ ગજેરા ન ભાવભીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ. કેશોદના રાજકીય સામાજીક આગેવાનો નિવૃત ફૌજીઓ તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં ડીજેના સથવારે દેશ ભકિતના ગીતો સાથે સામૈયા કરવામાં આવ્યા હતા. કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી ઉપસ્થિત લોકોએ કેશોદ તાલુકા માજી સંગઠન નિવૃત ફૌજીઓ સહીતે મહેશ ગજેરાને પુષ્પગુચ્છ અને ફુલહારથી સ્વાગત કર્યું હતુ.

નિવૃત ફૌજી મહેશ ગજેરાએ તેમના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ૩૭૦ નાબુદ કરેલ તે દરમિયાન રજોરી પુંજ ફરજ બજાવતા હતા તે સમયે કરફયૂ યુદ્ઘ જેવો માહોલ સર્જાયો હતો તેવા સમયમાં દેશ સેવાની ફરજ બજાવેલ તે કાયમી યાદગાર રહેશે.

(1:21 pm IST)