Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જુનાગઢમાં પણ પેટ્રોલ એક લીટરનો ભાવ રૂ. ૧૦૦ને પાર

રૂ.૧૦૦.૬૭ થતા વાહન ચાલકો પરેશાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭ : જુનાગઢમાં પણ પેટ્રોલ એક લીટરનો ભાવ વધીને રૂ.૧૦૦ને પાર થઇ ગયો છે.

પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ વગેરેના ભાવમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આ ચીજોની કિંમતના દરરોજ પેટ્રોલ રેડાય રહ્યું હોવાથી લોકોના બજેટ ખોરવાય ગયા છે.

જુનાગઢમાં પેટ્રોલ એક લીટરનો ભાવ વધીને રૂ.૧૦૦.૬૭ પૈસા થઇ જતા વાહન ચાલકોને વાહન હંકારવુ બહુ મોંઘુ થયું છે.

(1:21 pm IST)