Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મોરબી એ-ડિવીઝન પોલીસે રેનીશ ઉર્ફે ભાણાને દેશી પિસ્તોલ સાથે ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ અને હથિયાર નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ : મોરબી જીલ્લા અને શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે  પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી એ ડીવીઝન પોલીસે કાલિકા પ્લોટમાંથી એક શખ્સને ઝડપી લીધો છે.

 મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પી આઈ બી પી સોનારાની સુચનાથી પી એસ આઈ એસ એમ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફના આસિફભાઈ ચાણકિયા અને ભાનુભાઈ બાલાસરા તથા સમરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે રેનીશ ઉર્ફે ભાણો ફિરોજભાઈ અંદાણી રહે-કાલિકા પ્લોટ શેરી-૨ મોરબી વાળો કાલિકા પ્લોટ એ જે કંપનીની પાછળના ભાગે ચોકમાં ઉભેલ હોય અને તેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર પિસ્તોલ છે તેવી બાતમીના આધારે તપાસ કરતા રેનીશ ઉર્ફે ભાણો ફિરોજભાઈ અંદાણીને એ જે કંપની પાછળના ભાગે દેશી બનાવટની મેગ્જીન પિસ્તોલ નંગ-૧ કીમત રૂ.૧૦,૦૦૦ તથા કાર્ટીસ નંગ-૧ કીમત રૂ.૧૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૦,૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરીમાં પી આઈ બી પી સોનારા, પી એસ આઈ એસ એમ રાણા, રામભાઈ મઢ, કિશોરભાઈ મિયાત્રા, સંજયભાઈ બાલાસરા, ભાનુભાઈ બાલાસરા, ચકુભાઈ કરોતરા, આશીફભાઈ ચાણકિયા અને ભરતભાઈ હુંબલ જોડાયા હતા.

(1:22 pm IST)