Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મોરબીમાં ઇ-શ્રમ કાર્ડ કઢાવવામાં અરજદારો પરેશાન, સર્વર ડાઉન રહેતા કામગીરી ટલ્લે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૭: મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવામાં અરજદારો પરેશાન, સર્વર ડાઉન રહેતા કામગીરી ટલ્લે.

કેન્દ્ર સરકાર ના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ટૂંક સમય પહેલા નાના મોટા ધંધા રોજગાર કરતા પરિવારોનો એક ડેટા બેજ તૈયાર કરવા માટે ઇ-શ્રમ કાર્ડની નોધણી કરવાની શરૂઆત કરવામાં આવી છે જોકે મોરબી જિલ્લામાં રજીસ્ટ્રેશન વેબસાઈટ પર વધુ લોડ હોવાના કારણે સર્વર ડાઉન રહેવાથી શ્રમજીવી લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રમજીવી પરિવારની નોધણીનો કાર્યકમ ચાલી રહ્યો છે ભારત સરકાર દ્વારા શ્રમ જીવી પરિવારો માટે ઇ-શ્રમ કાર્ડ થી નાના મોટા ધંધા રોજગાર કરતા પરિવારો માટે આર્શીવાદરૂપ આવ્યુ છે ત્યારે છેલ્લા ચાર દિવસથી સમગ્ર મોરબી જિલ્લામાં સર્વર ડાઉન હોવાને લઇ શ્રમજીવી પરિવારોએ ધંધો રોજગાર બંધ રાખી કાર્ડનો લાભ લેવા પહોંચેલા ગ્રાહકોને કાર્ડ નો લાભ મળ્યો નથી સરકારી વેબસાઈટના ધાંધિયા અને મંથરગતિએ થતી કામગીરીને પગલે સરકાર સામે રોષ વ્યકત કરી રહ્યા છે અને શ્રમજીવી પરિવારોને શ્રમ કાર્ડનો લાભ ક્યારે મળશે તેવો પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે.

(1:23 pm IST)