Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

નવલા નોરતાને લઇ મોરબીમાં અનેરો ઉત્સાહ : માતાજીની ચૂંદડી, હાર, ગરબા, ધૂપ શરબત, પુજાપાના વેપારીઓને ત્યાં સાંજ સુધી ભીડ

માતાજીની ચૂંદડી, હાર, ગરબા, ધૂપ, પૂજાપો સહિતની સામગ્રીઓના વેચાણ માટે ઠેર-ઠેર પંડાલ નખાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૭:  આજથી શરૂ થતા નવલા નોરતાને લઇ મોરબીમાં અનેરો ઉત્સાહ.

શહેરમાં માતાજીના ચુંદડી, હાર, ગરબા, ધુપ શરબત, પુજપાના વેપારીઓને ત્યાં સાંજ સુઘી ભીડ જોવા મળી.

માતાજીની ચુંદડી, હાર, ગરબા, ધૂપ, પૂજાપો સહિતની સામગ્રીઓના વેચાણ માટે ઠેર-ઠેર પંડાલ નખાયા

મોરબીમાં માં શકિતની સાધના અને આરધાના કરવાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે પણ નવરાત્રીના મોટા આયોજનો રદ અને શેરી ગરબાને છુંટ હોવા છતાં નવે નવ દિવસ સુધી રઢિયાળીએ રાત્રી ઢોલ-મંજીરાને સંગ માતાજી આરાધના કરવામાં લોકોમાં અનેરો ઉમંગ છે.આથી નવરાત્રી મહોત્સવની તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે માતાજીની ચુંદડી, હાર, ગરબા, ધૂપ, પૂજાપો સહિતની સામગ્રીઓના વેચાણ માટે ઠેરઠેર પંડાલ નખાયા છે.

કોરોનાની આ વરસે ખૂબ હળવી પરિસ્થિતિ છે.પણ સરકારે સાવચેતીને ધ્યાને લઈને માત્ર શેરી ગરબાને મંજૂરી આપી છે.આથી આ વખતે નવરાત્રીના કોઈ મોટા આયોજનો નહિ થાય. દરેક વિસ્તારમાં શેરી ગરબીઓ જે વર્ષોથી પ્રાચીન ઢબથી રાસ ગરબા યોજાઈ છે તેવી જ પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામશે.તેથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રાચીન ગરબીઓ મંડપ નાખીને સજ્જ બની છે.

આજથી મા નવદુર્ગા નો નવરાત્રી મહોત્સવ શરૂ થાય છે. મોરબી વાસીઓમાં  જગત જનની માં જગદંબાની ભકિત કરવાનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ પોત પોતાની રીતે નવરાત્રીની ઉજવણી કરવાની તૈયારીમાં લાગી ગયા છે. ગત વરસે કોરોનના કારણે નવરાત્રી મહોત્સવ ન થઈ શક્યો હતો. તેથી આ નવરાત્રિ મહોત્સવ બમણા ઉત્સાહ સાથે ઉજવવા લોકો થનગની રહ્યા છે.

(1:24 pm IST)