Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયાના પ્રયાસોથી મહુવા-જેસર તાલુકામાં ૧.ર૮ કરોડની વાસ્મો યોજના મંજૂર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭ :.. અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પ્રયાસોથી વાસ્મો યોજના અંતર્ગત મહુવા તાલુકાના વાઘવદરડા, ભગુડા અને કોટીયા તથા જેસર તાલુકાના માતલપર, પીપરડી અને ટોલ સલડી ચોટીલી ગામે રૂ. ૧ કરોડ ર૮ લાખ જેવી માતબર રકમ મજુર થયેલ છે.

જેમાં (૧) વાઘવદર ગામે પમ્પીંગ મશીનરી, આર. સી. સી. અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, પાઇપ લાઇન, પમ્પ હાઉસ, એલ. ટી. લાઇન અને આઇ. ઇ. સી. કામ માટે રૂ. ૧૯ લાખ ૭૯ હજાર, (ર) ભગુડા ગામે પમ્પીંગ મશીનરી, પાઇપ લાઇન, પમ્પ હાઉસ, અવેડો, એલ. ટી. લાઇન અને આઇ. ઇ. સી. કામ માટે રૂ. ૪૯ લાખ ૮ર હજાર, (૩) કોટીયા ગામે પમ્પીંગ મશીનરી, આર. સી. અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, રાઇઝીંગ મેઇન, વાયર ફેન્સીંગ, એલ. ટી. લાઇન અને આઇ. ઇ. સી. કામ માટે રૂ. ૧૦ લાખ ૭૭ હજાર, (૪) માતલપર ગામે પમ્પીંગ મશીનરી, આર. સી. સી. અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, પાઇપ લાઇન, પમ્પ હાઉસ, એલ. ટી. લાઇન અને આઇ. ઇ. સી. કામ માટે રૂ. ૧૦ લાખ ૧૬ હજાર, (પ) પીપરડી ગામે પમ્પીંગ મશીનરી, ઉંચી ટાંકી, પાઇપ લાઇન, રાઇઝીંગ મેઇન, પમ્પ હાઉસ, વાયર ફેન્સીંગ, એલ. ટી. લાઇન અને આઇ. ઇ. સી. કામ માટે રૂ. ર૮ લાખ ૭૦ હજાર (૬) ટોલ સલડી ચોટીલી ગામે આર. સી. સી. એચજીએલઆર, પાઇપ લાઇન અને આઇ. ઇ. સી. કામ માટે રૂ. ૯ લાખ પ૦ હજાર એમ મહુવા અને જેસર તાલુકાના કુલ છ ગામો માટે રૂ. ૧ કરોડ ર૮ લાખ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવેલ છે. આ યોજનાના કામો પુર્ણ થયેલ આ તમામ ગામોમાં પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ થશે તેમ સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

(1:25 pm IST)