Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જામનગરમાં ધંધામાં મંદી આવતા બજરંગ રામનો ગળે ફાંસો ખાઈને આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: અહીં ગોકુલનગર સાયોના શેરી ભોગાભાઈ ના મકાનમાં રહેતા સહદેવસિંહ દિલીપભાઈ રામ, ઉ.વ.ર૭ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.પ–૧૦–ર૧ના આ કામે મરણજનાર બજરંગભાઈ દિલીપભાઈ રામ, ઉવ.ર૦, રે. ગોકુલનગર સાયોના શેરી ભોગાભાઈ ના મકાનમાં, જામનગરવાળા ને ધંધામાં ખેંચતાણના હિસાબે લાગી આવતા પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો : એક ફરાર

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૧૦–ર૧ના ગોકુલનગર, સોમનાથ સોસાયટી શેરી નં.–૧, ના ખાડો જામનગરમાં આ કામના આરોપી રાજુભાઈ રમેશભાઈ મકવાણા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જાની કાળા કલરની જેના મોટરસાયકલ નં.જી.જે.–૧૦–ડી.સી.–ર૩ર૮ છે. તેની કિંમત રૂ.૧પ,૦૦૦/– સાથે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી નાથાભાઈ શીવાભાઈ મકવાણા, રે. જામનગરવાળાએ પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ બોટલ નંગ–, કુલ કિંમત રૂ.ર,૦૦૦/– ના મુદામાલ રેઈડ દરમ્યાન નહીં મળી આવતા આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સો ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફીરોજભાઈ ગુલમામદભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૧૦–ર૧ના ખોડીયાર કોલોની, બ્લુ કલબ કપડાના શો રૂમની સામે, જામનગરમાં આરોપી વિજયભાઈ મેઘરાજભાઈ જેઠવાણી, પંકજભાઈ મુરલીભાઈ ધનવાણી, રે. જામનગરવાળો વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૬,૪૩૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

પાન મસાલો ખાવા બાબતે બઘડાટી

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈ મચ્છાભાઈ સાનીયા, ઉ.વ.૩ર, રે. કુંભનાથપરા, ગરબી ચોક પાછળ, હિતેન ઠેસીયા સ્કુલ પાસે, કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૧૦–ર૧ના કુંભનાથ પરાની, ગરબી ચોક, આર્શીવાદ પાનની દુકાને ફરીયાદી સુરેશભાઈ માવો ખાવા ગયેલ ત્યારે આરોપી શરીફ સલીમભાઈ વિરાણી, સાકીર હારૂનભાઈ વિરાણી જે ફરીયાદી સુરેશભાઈની વચ્ચેથી આગળ આવી પાન–માવો લેવા જતા ફરીયાદી સુરેશભાઈએ કહેલ કે, મને બળકોની દયા આવે છે. તેમ કહેતા બંન્ને આરોપીઓ ફરીયાદી સુરેશભાઈને ગાળો દેવા લાગતા ફરીયાદી સુરેશભાઈ એ ગાળો આપવાની ના પાડતા આરોપી શરીફ એ પ્લાસ્ટીકનું કેરેટ(ગાલુ) જમીણ આંખ ઉપર કપાળના ઉપરના ભાગે માથામાં માીર તેમજ બંન્ને આરોપીઓે ઢીકાપાટુથી વાસામાં તથા ડાબા પગમાં મુંઢમાર માીર ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ખાનગી બસે મોટરસાયકલને હડફેટે લેતા એકનું મોત

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ભગાવનજીભાઈ ઉર્ફે ભકાભાઈ કારાભાઈ મકવાણા, ઉ.વ.૩પ, રે. ખાગેશ્રી, તા.કુતયાણા વાળા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૬–૧૦–ર૧ના બુખારી રેસ્ટોરન્ટ સામે, શેઠવડાળા ગામે આ કામના આરોપી આશાપુરા ટ્રાવેલ્સ જી.જે.૧૧–ટી.ટી.–૯૮૩૦ ના ચાલકે બેફીકરાઈથી પુરઝડપે થી બસ ચાલવીને ફરીયાદી ભગાવનજીભાઈ ના કાકા વિરમભાઈ મકવાણા ને તેમના મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–સી.કયુ.–૮પ૪૯ વાળાને હડફેટે લઈને વિરમભાઈ આંબાભાઈ મકવાણા ને માથામાં ગંભીર ઈજા થતા મરણ ગયેલ તથા સાહેદ જુશબેન વિરમભાઈને શરીરે ઈજા કરી ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સો ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કનુભાઈ ખોડાભાઈ ઝાટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૧૦–ર૦ર૧ના હડીયાણા ગામ પાદરમાં બસ સ્ટેશનની અંદર આ કામના આરોપી સરફરાજભાઈ હારૂનભાઈ કાતીયાર, હનીફભાઈ કાસમભાઈ ચના, રે.હડીયાણા ગામવાળો વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમતા રમાડતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૮૬૦/– તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/–  મળી કુલ રૂ.ર૩૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:26 pm IST)