Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જેતપુર એસ.બી.આઇ.નો કેશીયર ૪૩.૭પ લાખની ઉચાપત કરીને નાસી ગયા બાદ સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૭ :.. શહેરના જુનાગઢ રોડ પર આવેલ એસ. બી. આઇ. બેંકમાં મુખ્ય કેશીયર તરીકે ફરજ બજાવતો વિજય ગંગારામ દાણીધારીયા (રહે. વીરપુર) ગઇકાલે બપોરે સી. ડી. એમ. મશીનમાં રૂપિયા નાખવાના બહાને ર.૩૦ વાગ્યે રીસેષ પડતા બેગમાં રૂ. ૪૩.૭પ લાખ લઇને ગયેલ. જે રીસેષે પુરી થવા છતાં પરત નહી ફરતા બેંક મેનેજર મનોજભાઇ વાસુદેવભાઇ પ્રસાદે તેની તપાસ કરેલ તો સી. ડી. એમ.નો દરવાજો ખુલ્લો હોય તેમાં રૂપિયા ન હોય વિજયની તપાસ કરવા ફોન કરેલ પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હોય વર્ષોથી બેંકમાં ફરજ બજાવતો હોય તેની રાહ જોવા છતાં પરત નહી ફરતા શહેર પોલીસમાં જાણ કરતા પીએસઆઇ પી. ડી. દરજી પીએસઆઇ એસ. એમ. વસાવા સ્ટાફ સાથે બેંકે પહોંચયેલ બેંકના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસેલ.

પોલીસે બ્રાંચ મેનેજર મનોજભાઇની ફરીયાદ પરથી વિજય દાણીધારીયા વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કરેલ એવું પણ જાણવા મળેલ કે વિજયે એક ચીઠ્ઠી લખેલ છે. જેમાં લખેલ કે મારે મુશ્કેલી ના કારણે આ પગલુ ભરવું પડયુ છે. જેમાં મારા પરીવારના કોઇ સભ્યોનો વાક નથી તેના પુત્રને ઉદેશીને લખેલ કહ્યું બેંકમાં નોકરી કરજે આ બનાવથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

(2:59 pm IST)