Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સૌરાષ્ટ્રમાં સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર ર શખ્સો જુનાગઢમાં ઝડપાયા

પરપ્રાંતીયો જુનાગઢમાં રહીને જેતપુર, ગોંડલ, વેરાવળ સહિતના વિસ્તારમાં ચોરીને અંજામ આપતીઃ ૪.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭ : જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ર શખ્સોને ઝડપી લઇને જેતપુર, ગોંડલ, વેરાવળમાં સોનાના ચેઇનની ચીલઝડપ કરવાના ગુન્હાનો ભેદ ઉકેલી લઇને રૂ.૪.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે પુજારી ઉર્ફે બબલુ સુરજભાન ઉર્ફે ઢોલા બાબુરામ રાજપુત ઠાકુર ઉ.૩પ રહે. ખોખસા, તા.ઉન.જી.સામલી (ઉતર પ્રદેશ), (હલા) ૩૧૧ સોનીયા વિહાર ન્યુ દિલ્હી અને કરણ અમરસિંગ શેરસિંગ મહેશ પંજાબી ઉ.૪ર રહે(મુળ) ગલી નં.૩, ન્યુ સુંદરનગર, લોહારા ગામ, થાના ધાબા ચોકી, તા.જી.લુધીયાણા, પંજાબ, (હાલ) બ્લોક નં.૩૦૬, રોનક પેલેસ, જલારામ મંદિરની પાછળ ઝાંઝરડા ચોકડી જુનાગઢની ધરપકડ કરી છે.

આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી,ની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા.પો.ઇ. એચ.આઇ.ભાટ્ટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ.ઇ. એ.ડી.વાળા તથા વાયરલેસ પો.સ.ઇ. ડી.એમ.જલુ તથા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ના પો.સ.ઇ. પી.અચ.મશરૂ તથા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના એ.એસ.આઇ. વિજયભાઇ બડવા તથા પો.હે.કો.જીતેષ મારૂ, નિકુલ પટેલ, જયદિપભાઇ કનેરીયા, તથા પો.કો.સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદારા, સાહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દિવ્યેશકુમાર ડાભી, મયુરભાઇ કોડીયાતર તથા નેત્રમ શાખાના પો.કો.જીવાભાઇ ગાંગણા, અશોકભાઇ રામ, રાહુલગીરી મેઘનાથી તથા ડ્રા.પો.કો.મુકેશભાઇ કોડીયાતર, વનરાજભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફએ કરેલ છે.ે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:01 pm IST)