Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જામનગર જીલ્લામાં અતિવૃષ્ટીમાં નુકશાનગ્રસ્ત કોઝ-વે, નાળા, રોડ માટે ૬.૯૦ કરોડના કામ મંજૂર કરાવતા રાઘવજીભાઇ પટેલ

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માર્ગ મકાન મંત્રી પુર્ણેશભાઇ મોદીએ મંજૂરી આપતા કૃષિમંત્રીએ આભાર વ્યકત કર્યો

રાજકોટ તા. ૭ :.. જામનગર જીલ્લામાં અતિવૃષ્ટીમાં નુકશાનગ્રસ્ત માર્ગ મકાન પંચાયત હસ્તકના હયાત કોઝવે તથા નાળા ઉપર નવા પુલ તથા સી. ડી. રોડનાં મુખ્યમંત્રી  ગ્રામ સડક યોજના વર્ષ ર૦ર૧-રર અંતર્ગત રૂ. ૬.૯૦ લાખનાં કામોને કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે મંજૂર કરાવ્યા છે. આ માટે રાઘવજીભાઇ પટેલે માર્ગ મકાન મંત્રી પુર્ણેશભાઇ મોદીનો આભાર વ્યકત કર્યો છે.

રાધવજીભાઇ પટેલેે જણાવેલ છે કે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મુખ્ય જીલ્લા માર્ગ, ગ્રામ્ય નોન પ્લાન પંચાયત હસ્તકના રસ્તા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ર૦ર૧-રર અંતર્ગત પંચાયત હસ્તકના ઉપરોકત રસ્તાઓ પર હયાત, જર્જરિત કોઝવે તથા નાળા પુલીયાના સ્થાને નવા પુલ તથા સી.ડી. વર્કસ બનાવવાની કામગીરી કુલ રૂપિયા ૬ કરોડ ૯૦ લાખના ખર્ચે મંજુર કરાવી હાથ ધરવામાં આવનાર છે.

નવા નાગના ટુ જુના નાગના કોઝવેના સ્થાને મેજર બ્રીજ રૂ. રરપ લાખ, રોજીયા થી વંથલી રોડ ડેમેજ માઇનોર બ્રીજના સ્થાને નવો માઇનોર બ્રીજ રૂ. ર૦૦ લાખ ચંગાથી નારાણપુર રોડ સાંકડા નાળાના સ્થાને નવો કોઝવે  રૂ. ૯૦ લાખ નંદપર ગાયત્રીનગરથી વીરપુર રોડ ડેમેજ કોઝવેના સ્થાને માઇનોર બ્રીજ રૂ. ૧રપ લાખ જીવાપર-બાલંભડી-ગાડુકા રોડ જર્જરિત માઇનોર બ્રીજના સ્થાને નવો માઇનોર બ્રીજ રૂ. પ૦ લાખ. રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે, અને મારા મતવિસ્તારમાં મુળભૂત માળખાકીય સુવિધાઓ સત્વરે પૂર્ણ થાય તે માટે કટિબદ્ધ છું. આ કામો મંજુર થતા સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકોમાં હર્ષ અને આનંદ લાગણી વ્યાપેલ છે.

(3:54 pm IST)