Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય ના અંતે નગરપાલિકાએ સીલ ખોલી દીધા:

અખબારી અહેવાલનો પડઘો: જન આંદોલનની ચેતવણી આપતા અંતે નગરપાલિકાએ જુકવું પડ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી સરકારી કન્યા વિદ્યાલયને ધોરાજી નગરપાલિકાના અધિકારીઓએ ફાયર સેફટીના મુદ્દા ઉપર અચાનક જ સીલ મારી દેતા 450 વધુ દીકરીઓનો અભ્યાસ જોખમમાં મુકાઇ ગયો હતો
ઉપરોક્ત બાબતે ધોરાજીના સામાજિક અગ્રણી એડવોકેટ બાબુલાલ જાગાણીએ ધોરાજીની પ્રજા હિત માં ચીમકી ઉચ્ચારી હતી કે ધોરાજીમાં અનેક જગ્યાએ ફાયર સેફટી વગરના બિલ્ડિંગો ઉભા છે તેમજ ખાનગી શાળા અને ખાનગી હોસ્પિટલો પણ હજી ફાયર સેફ્ટીના સાધનો વગર જોવા મળી રહ્યા છે પરંતુ ધોરાજી નગરપાલિકાના અધિકારીઓને એ બિલ્ડિંગો દેખાણી નહીં અને માત્ર સરકારી કન્યા વિદ્યાલય દેખાણી અને અચાનક જ સરકારી કન્યા વિદ્યાલય ના ગેટ ઉપર ફાયરસેફ્ટીના મુદ્દાઓ પર નોટીસ લગાવી સીલ મારી દીધા હતા આ બાબતે જો તાત્કાલિક સીલ ખોલવાના નહીં આવે તો તહેવારોના સમયમાં જ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા નગર પાલિકાના અધિકારીઓને રેલો આવ્યો હતો અને તાત્કાલિક અસરથી સીલ ખોલવા પડ્યા હતા
આમ જોતા માત્ર 24 કલાકમાં જ અખબારી અહેવાલ નો ફટકો અને સામાજિક ક્ષેત્રના આગેવાનોની ચીમકી ધોરાજી નગરપાલિકા અને ભારે પડી હતી અને તાત્કાલિક અસરથી સીલ ખોલી દેતા સરકારી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ગરીબ 450થી વધુ દીકરીઓ રાબેતા મુજબ અભ્યાસમાં જવા લાગી છે

(6:33 pm IST)