Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જેતપુરના તત્કાલ ચોકડી નજીક જૂનાગઢ BOB ના કર્મચારી એ ઝેરી દવા પી આત્મ હત્યા કરી.

પોતાની ક્રેટા કારમાં ઝેરી દવા પી લીધી : ભાગીદારીની જમીનમાં પોલીસ કેસ થતા ધરપકડ બાદ બેંકે સસ્પેન્ડ કર્યા હતા

જેતપુર :  જૂનાગઢ બેંક ઓફ બરોડા માં ફરજ બજાવતા મૂળ મહેસાણાના વતની હાલ જૂનાગઢ રહેતા સંજયભાઈ બળવંતભાઈ બારોટ (ઉ.વ. આ. ૫૭) વાળાએ આજે સાંજે તત્કાલ ચોકડી પધારો હોટલ નજીક પોતાની ક્રેટા કારમાં ઝેરી દવા પી આત્મ હત્યા કરી તેની ડેડ બોડી કારમાં પડી હોવાની જાણ શહેર પોલીસને થતા પોલીસ બનાવના સ્થળે પહોંચી તપાસ કરતા  સંજયભાઈ બે દિવસ પહેલા પોતાના ઘેરથી નીકળી ગયેલ હતા. આત્મ હત્યા અંગે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ કે તેઓની ભાગીદારીમાં જમીન આવેલ હોય તે અંગે તેના ઉપર પોલીસ કેસ થયેલ હોય પોલીસે તેની ધરપકડ કરતા બેંકે તેને સસ્પેન્ડ કરેલ જે બાબત તેને લાગી આવતા આવું પગલું ભર્યું. મૃતકને સંતાનમાં બે બાળકો છે.

      પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ અજીતભાઈ ગંભીરે હાથ ધરી છે

(7:32 pm IST)