Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પોરબંદરમાં કીર્તિ મંદિરની મુલાકાત લઇ મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા શ્રમ રોજગાર અને પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા

તલાટી મંત્રીઓ કામ પર આવી ગયા છે :ખેડૂતોને દાખલામાં મુશ્કેલી નહીં પડે: મંત્રી મેરજા : મંત્રીનું અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું

પોરબંદર : મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયની વિકાસયાત્રા આગળ વધી રહી છે. શ્રમ રોજગાર અને પંચાયત( સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે પોરબંદરમાં કીર્તિ મંદિર ની મુલાકાત લઇ પૂજ્ય મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
  મંત્રીએ આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતુ રાજ્ય છે. શ્રમિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ખેડૂતોને મગફળી ખરીદીમાં ઓનલાઈન પ્રક્રિયા માટે દાખલાઓની જરૂર પડતી હોય છે  તલાટી કમ મંત્રીઓના મહામંડળ અને હોદ્દેદારો સાથે પરામર્શ અને હકારાત્મક સંવાદ કરીને તેઓના પ્રશ્નો અંગે હૈયાધારણા આપીને કામકાજ શરૂ કરવા માર્ગદર્શન આપવામાં આવતા તલાટી કમ મંત્રીઓ કામ પર આવી ગયા છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની દાખલાઓ મેળવવામાં મુશ્કેલી નહીં પડે એમ મંત્રીએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર જન હિતમાં લોકોના કલ્યાણ  માટે કામ કરી રહી છે
મંત્રીનું સંગઠનના પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું .
પોરબંદરની મુલાકાત વેળાએ મંત્રીની સાથે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ સરજુ ભાઈ કારીયા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, પંચાયતના જન પ્રતિનિધિઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:20 pm IST)