Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ખારવા સમાજ રાષ્ટ્ર ભાવના અને દેશપ્રેમને વરેલો સમાજ છે: મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા

શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પોરબંદર જિલ્લામા જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો આ:પોરબંદર શહેરમાં અગ્રણીઓ દ્વારા ઠેર ઠેર મંત્રીનું સ્વાગત કરાયું: ખારવા સમાજ રાષ્ટ્ર ભાવના અને દેશપ્રેમને વરેલો સમાજ છે: મંત્રી બ્રિજેશ ભાઈ

પોરબંદર:પોરબંદર જિલ્લાના પ્રવાસે આવેલા શ્રમ અને રોજગાર,પંચાયત ( સ્વતંત્ર હવાલો) રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે સવારે ૯ કલાકે કીર્તિ મંદિર ખાતે પોરબંદર જિલ્લામા જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

 મંત્રી તથા જિલ્લાના અગ્રણીઓનું શહેરના જુદા જુદા સ્થળોએ સ્વાગત કરાયું હતું. ખારવા સમાજની મઢીએ તથા સ્વસ્તિક હોલ નવી બંદર ખાતે ખારવા સમાજના આગેવાનો દ્રારા મંત્રી તથા અન્ય મહાનુભાવોનુ ફૂલહારથી સ્વાગત કરાયુ હતુ. આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, ખારવા સમાજ રાષ્ટ્ર ભાવના અને દેશપ્રેમને વરેલો સમાજ છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધી રહી છે. વિકાસના કાર્યો જન-જન સુધી પહોંચાડવાની નેમ સાથે અને જયા માનવી ત્યાં સુવિધાના સંકલ્પ સાથે છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચે તે માટે સમગ્ર  ટીમ કામ કરી રહી છે. શ્રમિકો શ્રમિક કાર્ડ કઢાવે તેવી અપીલ પણ કરી હતી.

પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન મંત્રીની સાથે ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ  કિરીટભાઇ મોઢવાડીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નીલેશભાઈ મોરી, ખારવા સમાજના અગ્રણીઓ, રણછોડભાઇ શિયાળ, વિનોદભાઇ બારડ, સંજયભાઇ, નરેન્દ્રભાઇ, લલીતભાઇ, મોહનભાઇ, ચુનીભાઇ, અશ્વિનભાઇ હગ્રણીઓ તથા  સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.  

આ ઉપરાંત જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે શ્રમ અને રોજગાર મંત્રી, ધારાસભ્ય બાબુભાઇ સહિત અગ્રણીઓનું શહેરમા આવેલા રામદેવજી મહારાજ દ્વાર  ખાતે કોળી સમાજ દ્વારા મંત્રી તથા મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું.  આ ઉપરાંત મંત્રી એ શહેરમાં આવેલા વસંતબાવાની હવેલી, વાછરાદાદા મંદિર ખાતે શીશ નમાવ્યુ હતુ.

(8:22 pm IST)