Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મુખ્યમંત્રી સડક યોજના, સુજલામ સુફલામ યોજના, સાત પગલા ખેડૂત કલ્યાણના સહિત અનેક યોજનાઓ દ્રારા ગુજરાતના ગામડાઓનો સર્વાગી વિકાસ કરાયો : મંત્રી બ્રિજેશભાઈ મેરજા

શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પોરબંદર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમા જન આશીર્વાદ યાત્રા દ્રારા લોકોનુ અભિવાદન ઝીલ્યુ: ખેડૂતોના હિતમા સરકાર દ્રારા અનેક કલ્યાકારી યોજનાઓ કાર્યરત છે: મંત્રી બ્રિજેશભાઈ મેરજા

પોરબંદર : શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પોરબંદર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમા જન આશીર્વાદ યાત્રા યોજી હતી. જિલ્લના દેગામ મહેર સમાજ, વિસાવાડા મહેર સમાજ, શિશલી સહિતના ગ્રામિણ વિસ્તારોમા જન આશીર્વાદ યાત્રા યોજીને ગુજરાતના વિકાસની ઝાખી રજુ કરવાની સાથે ગામવાસીઓ, ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેના ત્વરિત નિકાલ માટે હકારાત્મક ખાત્રી આપી હતી. આ તકે ગામના અગ્રણીઓ દ્રારા મંત્રીનુ ઠેર ઠેર જગ્યાએ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ હતુ.
ગુજરાતના વિકાસમાં ધરતીપુત્રોનુ મહત્વનુ યોગદાન છે તેમ જણાવી મંત્રીએ કહ્યુ હતુ કે, ખેડૂતોના વિકાસ માટે સરકાર કટીબધ્ધ છે. ખેડૂતોની આવક ડબલ થાય તે દિશામા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમા ગુજરાતના ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. મુખ્યમંત્રી સડક યોજના, સુજલામ સુફલામ યોજના, સાત પગલા ખેડૂત કલ્યાણના સહિત અનેક યોજનાઓ દ્રારા ગુજરાતના ગામડાઓનો સર્વાગી વિકાસ કરાયો છે.
જન આશીર્વાદ યાત્રામા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન કારાવદરા, પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ  કિરીટભાઇ મોઢવાડીયા, પંકજભાઇ મજીઠીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નીલેશભાઈ મોરી, વિક્રમભાઇ ઓડેદરા, ગામના સરપંચો, ખેડૂત આગેવાનો, ખેડૂત ભાઇઓ, બહેનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:24 pm IST)