Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

નવરાત્રીમાં ચોટીલા ડુંગરે લેસર શોનો અદભૂત નજારો : લેસર લાઇટિંગથી ડુંગર ઝળહળ્યો : ભાવિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું

માતાજીની પ્રતિકૃતિ ઉપરાંત માં ચામુંડાના મંત્રની પ્રતિકૃતિ પણ ડુંગર પર લાઈટમાં જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર નવરાત્રીના સમયે રોશનીના ઝળહળાટથી જગમગી ઉઠ્યું છે. ડુંગર ટ્રસ્ટ પરિવાર દ્વારા આજથી શરૂ કરાયેલા લેસર શોએ ભાવિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. લેસર લાઇટિંગથી ડુંગર એવો ઝળહળી ઉઠ્યો છે કે, હાઈવે પરથી પસાર થતા વાહનો પણ એક સમય માટે આ નજારો જોવા માટે પોતાની ગાડી લઈ થંભી જાય છે.

લેસર લાઇટ દ્વારા ડુંગર પર માતાજીની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે, આ નજારો છેક હાઇવે પરથી પણ જોઇ શકાય છે, માતાજીની પ્રતિકૃતિ ઉપરાંત માં ચામુંડાના મંત્રની પ્રતિકૃતિ પણ ડુંગર પર લાઈટમાં જોવા મળી રહી છે.  નવરાત્રિનો પ્રારંભ થતા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે માઇ ભક્તોની મોટી ભીડ ઉમટી પડી છે. આજથી શરૂ થતો લેસર શો ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

(10:00 pm IST)